દિવ્યાંગ કમા ની મોજ – ત્રુપ્તી ગઢવી ઉપર કર્યો પૈસા નો વરસાદ, વિડીયો થયો વાઇરલ

દિવ્યાંગ કમા ની મોજ – ત્રુપ્તી ગઢવી ઉપર કર્યો પૈસા નો વરસાદ, વિડીયો થયો વાઇરલ

આજે ગુજરાત ભરમાં જો કોઈ નામ ગુંજતું હોય તો તે નામ કમલેશ ઉર્ફે કમાનુ છે. કમો કોઠારીયા ગામનો રહેવાસી છે. અને લોકો તેના ડાન્સના દીવાના છે. વધુમાં જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી કમાને આ પહેચાન મળેલી છે. કિર્તીદાન ગઢવી કમા ને ભગવાનનું રૂપ સમજે છે. થોડાક સમય પહેલા કોઠારીયા ગામની અંદર અન્ન રોટી આશ્રમ દ્વારા બાપુની સાતમી પુણ્યતિથિએ ડાયરો યોજવામાં આવેલો હતો. આ ડાયરાની અંદર ઘણા બધા મોટા કલાકારો પણ હાજર રહ્યા હતા. તેમાંથી એક કમો પણ તેના ગામમાં આ ડાયરામાં આવેલો હતો.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેની અંદર ડાયરામાં આવેલી એક ગાયિકા જેમનું નામ તૃપ્તિ ગઢવી છે. જે ખૂબ જ સરસ રીતે ગીત ગાઈ રહ્યા હતા. લોકોને ડાયરાની મોજ આપી રહ્યા હતા. ત્યારે કમાને આ ગીત એટલું પસંદ આવી જાય છે. તરત જ કમો પોતાના સ્થાનેથી ઊભો થઈ જાય છે. તૃપ્તિ ગઢવી જે ગાતી હોય છે ત્યાં ઉભો રહીને તૃપ્તિ ગઢવી ઉપર પૈસાનો વરસાદ કરી દે છે.

જે આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જણાવી દઈએ કે કમો એક દિવ્યાંગ વ્યક્તિ છે. લોકો કહે છે કે ભગવાને તેને ઓછી બુદ્ધિ આપી છે. પરંતુ જ્યારે આપણે કમાને જોઈએ છીએ અને કમો જે કાર્યો કરી રહ્યો છે. તે જોતા કોઈ તેને કંઈ નથી શકતું કે ભગવાને તેને ઓછી બુદ્ધિ આપી હશે. તૃપ્તિ ગઢવી ઉપર કમાએ જે પૈસાનો વરસાદ કરેલો છે. તે જોઈને લોકોને ખૂબ જ ગમ્યું છે અને લોકો હજુ કમા ને આશીર્વાદ આપી રહ્યા છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @MadhavStudio – Official નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *