કેરી ખાધા પછી ક્યારેય ના ખાવી જોઈએ આ વસ્તુ, થઇ શકે છે આ ભયંકર બીમારી….
ઉનાળાની સિઝનમાં કેરી મોટા ઓરમાણમાં ખાય છે. મોટાભાગના લોકો કેરીના સિઝનની આતુરતાથી રાહ જોતા હોય છે. ખૂબ ઓછા એવા લોકો હોય છે જેને કેરી પસંદ ન હોય. બજારમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે. તે માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પોટેશિયમ, ઝિંક અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષકતત્વો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે. પરંતુ અમુક એવી વસ્તુઓ પણ છે જેની સાથે કેરીનું સેવન કરવાથી કે પછી કેરી ખાતા પહેલા કે બાદમાં તેનું સેવન કરવાથી શરીરને ફાયદાઓની જગ્યાએ નુકસાન થઇ શકે છે. તો આવો જાણીએ તેના વિશે.
કારેલું : કારેલા ખાતી સમયે અથવા તો કારેલા ખાધા બાદ કે તે પહેલા કેરી ખાવાથી બચવું જોઇએ. તેમ કરવાથી શરીરમાં એલર્જી કે રિએક્શન આવવાની શક્યતા રહે છે. બંને વસ્તુઓ વચ્ચે 4થી 5 કલાકનું અંતર રાખવું જોઇએ.
કોલ્ડ ડ્રિંક્સ : કોલ્ડ ડ્રિંક્સનું સેવન પણ કેરી ખાધા પહેલા કે પછી કે કેરી ખાતી સમયે ટાળવું જોઇએ. આ બંને વસ્તુઓ સાથે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ બંનેના સેવન વચ્ચે 4થી 5 કલાકનું અંતર રાખવું જોઇએ.
દહીં : ઘણા લોકો કેરી અને દહીંને ભેળવીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવે છે. જોકે તેમ કરવું હાનિકારક છે. સાથે જ કેરી ખાતા સમયે કે કેરી ખાતા પહેલા કે પછી થોડી વાર સુધી દહીંનું સેવન કરવું જોઇએ નહીં. તે શરીર માટે નુકસાનકારક બની શકે છે.
પાણી : કેરી ખાતી સમયે કે તે પહેલા અથવા પછી પાણી પીવાનું ટાળવું જોઇએ. કેરી ખાતા સમયે સાથે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક છે. ઘણા લોકોને આદત હોય છે કે કોઇ પણ વસ્તુ ખાતી સમયે વચ્ચે પાણી પીવે છે. આમ તો આ ટેવ સારી નથી. પરંતુ ફળ ખાતી સમયે કે ખાતા પહેલા કે પછી પાણી પીવાનું ટાળવું જોઇએ.
મરચા : ઘણા લોકો ખોરાક ખાતી સમયે કેરી ખાવાનું પસંદ કરે છે. તેવામાં તેઓ વચ્ચે વચ્ચે મરચાઓ પણ ખાય છે. આમ કરવું સ્વાસ્થ્ય માટે ખતરો નોતરવા સમાન છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]