ૐ શાંતિ :- મચ્છુ જળ હોનારત, ગુજરાત ના ઇતિહાસ નો કાળો દિવસ

ૐ શાંતિ :- મચ્છુ જળ હોનારત, ગુજરાત ના ઇતિહાસ નો કાળો દિવસ

11 ઓગસ્ટ 1979નો દિવસ આપણે ક્યારેય ન ભૂલી શકાય કુદરતની ક્રુરતા કહો કે, પછી માનવસર્જિત આફત કહો ત્રણ કલાકમાં જે બન્યું હતું તે તબાહી મચાવનારા દિવસને આજે 42 વર્ષનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ મોરબીવાસીઓની આંખમાંથી એ દ્રશ્યો ભુલાતા નથી. તે દિવસને યાદ કરતા હજુ હજારો આંખો ચોધાર આંસુએ રડી પડે છે.

તારીખ 11 ઓગસ્ટ, 19૭9 જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ના હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી. 11 ઓગસ્ટ, 19૭9નો એ દિવસ અને સમય હતો બપોરે 3: 15 નો..

જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ 2 ડેમ તુટ્યો છે તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 3: ૩0 કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

મોરબીના ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ સમાવી શક્યો ન હતો અને આખરે બપોરે ડેમ તૂટ્યો અને જોતજોતામાં 03:30 વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઇ ચૂક્યું હતું અને માત્ર 2 કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દૂર નીકળી ગયો હતો.

શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે, નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

તો ડેમ તૂટવાની ઘટના અંગે હાલ મોરબીના મચ્છુ-2 ડેમ પર ફરજ બજાવતા અધિકારીએ જે બરાસરા જણાવે છે કે, તેણે જે માહિતી પ્રાપ્ત છે તે અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 18 હયાત દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેની 3 લાખ ક્યૂસેક પાણી નિકાલની ક્ષમતા હતી જોકે મચ્છુ-1 ડેમ 10 ફૂટ ઓવરફલો થયો હોય અને 3 લાખ ક્યૂસેક કરતા ઘણું વધારે પાણી આવતા પાણી માટીના પાળા પર ચડી ગયું હતું જેથી માટીના પાળા ધોવાઈ જતા હોનારત સર્જાઈ હતી.

તો આ હોનારતમાંથી બોધપાઠ લઈને સરકારે હયાત 18 દરવાજા ઉપરાંત તેનાથી વધુ ક્ષમતાના એટલે કે 41 X 27 ના 20 મોટા દરવાજા બનાવ્યા છે જેની 6 લાખ ક્યૂસેક પાણી નિકાલની કેપેસીટી છે અને અગાઉની 3 લાખ મતલબ હવે 9 લાખ ક્યૂસેક પાણી આવક હોય તો પણ ડેમ તૂટે નહિ તેવી તકેદારી લેવાઈ હોવાનું જણાવ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *