મહાભારત ના અશ્વસ્થામા આજે પણ જીવિત છે, આ મંદિર માં રોજ મહાદેવ ની પૂજા કરવા આવે છે..
આપણાં હિન્દુ ધર્મમાં એવા અનેક દેવતા, ઋષિ-મુનિ વિશે લખવામાં આવ્યું છે જેઓની કથા દરેક વ્યક્તિનાં મન-મસ્તિષ્કમાં છવાયેલી હોય છે. તેમાનાં એક છે અશ્વત્થામા.. કહેવાય છે કે અશ્વત્થામા ચિરંજીવી છે અને તેમની હાજરી ભલે પ્રત્યક્ષ જોવા મળતી ન હોય પણ તે અનેક સ્થાન, મંદિર અને ઇમારતમાં આજે પણ પૂજા કરવા આવે છે.
મહાભારત કાળનો એક વ્યક્તિ જેના વિશે એવું માનવામાં આવે છે કે, તે આજે પણ જીવિત છે અને આ ધરતી ઉપર ઉપર ભટકી રહ્યા છે. આ વ્યક્તિનું નામ અશ્વત્થામા છે. મહાભારતમાં અશ્વત્થામા એક એવા યોદ્ધા હતા જે એકલા પોતાના દમ પર યુદ્ધ લડવાની ક્ષમતા ધરાવતા હતા. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના એક શ્રાપના કારણે અશ્વત્થામા આજે પણ ઘરતી પર ભટકી રહ્યા છે. સમય-સમય પર આ વાતનો પુરાવો પણ મળતો રહ્યો છે. તેમાંથી જ એક છે અસીરગઢ કિલ્લા સાથે જોડાયેલી એક કહાણી.
અસીરગઢ કિલ્લો મધ્યપ્રદેશના બુરહાનપુરથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે ઉત્તર દિશામાં સતપુડા પહાડોના શિખર પર દરિયાઈ સપાટીથી ૬૫૦ મીટર તેમ જ તળેટીથી ૭૫૦ ફૂટ જેટલી એવું માનવામાં આવે છે કે આ અસીરગઢ કિલ્લાના શિવમંદિરમાં અશ્વત્થામા દરરોજ સૌથી પહેલા પૂજા કરે છે. શિવલિંગ પર રોજ સવારે તાજા ફૂલ ચઢેલા મળવા તે એક રહસ્ય છે. કહેવાય છે કે કિલ્લામાં સ્થિત તળાવમાં સ્નાન કરીને અશ્વત્થામા શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરવા જાય છે. આશ્ચર્યની વાત એ છે કે પહાડની ચોટી પર બનેલા આ કિલ્લામાં સ્થિત આ તળાવ બુરહાનપુરની તપતી અને ભયંકર ગરમીમાં પણ સુકાતુ નથી. તળાવથી થોડા આગળ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની ચારે બાજુ ખીણ આવેલી છે.
કહેવામાં આવે છે કે મંદિરના ચારે બાજુ જે ખીણ છે તેમાંથી જ કોઈ એક ખીણમાં ગુપ્ત રસ્તો આવેલો છે. જે ખાંડવ વનથી થઈને સીધુ મંદિરમાં નિકળે છે અને તે જ રસ્તામાં થઈ અશ્વત્થામા મંદિરની અંદર આવે છે અને પૂજા કરે છે. માન્યતા છે કે અસીરગઢ ઉપરાંત મધ્યપ્રદેશના જ જબલપુર શહેરના ગૌરીધાટના કિનારે પણ અશ્વત્થામા ભટકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ક્યાંરેક ક્યાંરેક તે પોતાના મસ્તકના ઘા પરથી નિકળતા લોહીને રોકવા માટે હળદળ અને તેલની માંગ પણ કરે છે. ગામના વૃદ્ધની વાત માનવામાં આવે તો જે એક વખત અશ્વત્થામાને જોઈ લે છે તેનું માનસિક સંતુલન બગડી જાય છે.
તમને જણાવી દઈએ કે હનુમાનજી સહિત ધરતી પર કુલ આઠ લોકો અમર માનવામાં આવે છે. જેમાં અશ્વત્થામાનું નામ પણ સામેલ છે. અશ્વત્થામાના ધરતી પર ભટકવા પાછળની કહાણી એ છે કે પિતા દ્રોણાચાર્યના મૃત્યું એ તેમને વિચલીત કરી દીધા હતા અને પાંડવ વંશના નાસ માટે ઉત્તરાના ગર્ભમાં ઉછરી રહેલા અભિમન્યુ પુત્ર પરીક્ષિતને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પરીક્ષિતની રક્ષા કરી હતી અને દંડ સ્વરૂપ અશ્વત્થામાના માથા પર લાગાવેલી મણિ લઈ લીધી અને તેમને તેજહીન કરી દીધા. સાથે જ તેમણે અશ્વત્થામાને યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો હતો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]