દરિયા ની વચ્ચે પાંડવો એ સ્થાપિત કરેલું મહાદેવ નું ચમત્કારી મંદિર, જુઓ વીડિયો
મિત્રો આજના લેખમાં આપણે વાત કરવાના છીએ નિષ્કલંક મહાદેવ મંદિરની જણાવી દઈએ કે આ મંદિર ગુજરાતની અંદર કોળીયાક ની અંદર આવેલું છે આ મંદિરનું ખૂબ જ સત માનવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ ઘણા બધા કિલોમીટર દૂરથી અહીંયા દર્શનાર્થે આવતા હોય છે માનવામાં આવે છે કે જે લોકોને આ મંદિર ઉપર અતૂટ શ્રદ્ધા છે તે લોકોને ભગવાન શિવ ખુદ દર્શન આપે છે અને તેઓની તમામ મનોકામના આ મંદિરે પૂર્ણ થતી હોય છે એમ પણ ભગવાન શિવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે કોઈપણ વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરે છે તો ભોલેનાથ તેમની ઉપર પ્રસન્ન થતા હોય છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે.
નિષ્કલંક મહાદેવ મંદિર નો ઇતિહાસ અને લોક કથા ખૂબ જ રસપ્રદ છે કહેવામાં આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારબાદ પાંડવોએ કૌરવો ઉપર વિજય મેળવ્યો અને ત્યારબાદ તમામ પાંડવો શ્રીકૃષ્ણ પાસે ગયા હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેમને કાળી ધજા આપી હતી અને કહ્યું હતું કે આ કાળી ધજા જ્યાં રહી જાય ત્યાં તમારે મહાદેવની સ્તુતિ કરવાનું ચાલુ કરવું પડશે અને તે ધજા આ સ્થળ ઉપર રહી હતી અને પાંડવોએ અહીંયા મહાદેવની સ્તુતિ કરી હતી.
આ મંદિરની એક ખાસિયત એ છે કે આ મંદિર માત્ર દિવસના 12 કલાક જ જોઈ શકાય છે જ્યારે જ્યારે ભરતી આવે છે ત્યારે આ મંદિર તેમાં સમાઈ જાય છે અને જ્યારે વોટ આવે છે ત્યારે આ મંદિરના દર્શન થઈ શકે છે અને લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ મંદિરના દર્શનાર્થે આવતા હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Cityadd gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].