મહુડી મંદિરમાં આપવામાં આવતો સુખડીનો પ્રસાદ મંદિરની બહાર કેમ લઈ જવાતો નથી ? શું છે તેનું રહસ્ય
જૈન સમુદાયના મહત્વના તહેવાર પર્યુષણનો ગુરૂવારથી પ્રારંભ થયો છે, પર્યુષણ એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે. પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. આ પર્વ ચોમાસાના ચાર મહિના દરમ્યાન આવે છે, જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આ અવસરે આઠ દિવસ સુધી સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ, ભક્તામર પાઠ તેમજ સ્નાત્ર પૂજા, બપોરે સ્વાધ્યાય તેમજ બાળકો માટે ભજન તેમજ દીપ સંધ્યા પ્રતિયોગીતા પણ હોય છે.
આ દિવસોમાં જૈન સમાજના લોકો પુરી ભક્તિભાવથી પૂજા વિધી કરતા હોય છે. પર્યુષણ પર્વ પણ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકોએ ઉપવાસ સાથે આરાધના પણ કરી રહ્યા છે. નાના બાળકોથી માંડીને યુવાન, યુવતીઓ તેમજ વૃદ્ધો પણ શ્રદ્ધાભક્તિમાં લીન બન્યા છે.આ સમયે ગુજરાતમાં આવેલા જૈનોનાં પવિત્ર ધામ પાલિતાણા અને મહુડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
મહુડી એક બીજી રીતે પણ વિખ્યાતી પામ્યુ છે. મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું પણ અનેરૂ મહત્વ માનવામાં આવે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે. વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે.
મહુડીમાં આપવામાં આવી રહેલ પ્રસાદ સુખડી મંદિરમાંથી કેમ બહાર લઈ નથી જવાતી તેના જવાબમાં આ એક જુની પરંપરા છે જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ છે. પરંતુ જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં.
પરંતુ એક દિવસ એવું બન્યું કે ગામનો એક વ્યક્તિ તે સમયે પ્રસાદ રૂપે આપવામાં આવેલી સુખડી ગામની બહાર લઈ ગયો હતો ત્યારે ભગવાને પરચો દેખાડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સુખડી મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતી નથી. નોંધનીય છે કે મહુડી જેવું વધુ એક મંદિર ગુજરાતમાં આવેલું છે જેનું નામ છે આગલોડ. ત્યાં પણ પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરમાંથી બહાર લઈ જવાતી નથી. આજે પણ ત્યાં પરંપરા ચાલતી આવે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Gujarati RockStar ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહુડી નો ઇતિહાસ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]