નવલખા સાત કોઠારા પાવાગઢ, રાજા જયસિંહ ના અનાજ ના કોઠા, જુઓ વિડિઓ
પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મહાકાળી મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે. અહીંયા ગામની રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર “યુનેસ્કો” ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.
પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ માટેના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.
ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢમાં કાલિકા દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી લગભગ 500 વર્ષ પહેલા સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના શિખરને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, પાવાગઢ (Pavagadh) પર 11મી સદીમાં બનેલા આ મંદિરના શિખરને પુનઃવિકાસ યોજના હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
જુઓ વિડિઓ :
તમારી માહિતી માટે જણાવો કે ” @AJ78 Vlogs ”નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ દશા માં ના પર્શ એ બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]