પાળીયાદ વિસામણ બાપુની જગ્યા નો ઇતિહાસ, જુઓ video
પાળીયાદ બોટાદથી 15 કિલોમીટર દુર આવેલું છે. પાળીયાદની જગ્યામાં મંદિર સાથે જ એક લાઈનમાં લક્ષ્મણ બાપુનું દેવળ, મોટા ઉન્નડ બાપુનું દેવળ, દાદા બાપુનું દેવળ, ઉન્નડ બાપુનું દેવળ અને પુજ્ય અમરા બાપુનું દેવળ આવેલું છે. દર અમાસના દિવસે પાળીયાદ ગામની શેરિયો સાંકડી પડે છે
અમાસના દિવસે હજારોની સખ્યામાં ભાવિકો પાળીયાદની જગ્યામાં ઠાકરના દર્શન માટે ઉમટી પડે છે. પાળીયાદમાં દરરોજ હજારો લોકો દર્શને આવે છે, ત્યાં દિનરાત અન્ન ક્ષેત્ર શરૂ હોય છે, પાળીયાદની જગ્યાના ગેટમાં પ્રવેશતા જ દરવાજાની અંદર સ્વયં સેવક ઉભા હોય છે, તે દર્શને આવનાર શ્રદ્ધાળુઓને મીઠો આવકાર આપે છે, પ્રસાદ લઈને જજો તેવું કહેવામાં આવે છે, ત્યાં ઉચ નીચના કોઈ ભેદભાવ નથી.
વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા,પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું.પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને દરરોજ ગામમાં આવેલાં ડુંગરા પર આવેલાં એક ચમત્કારીક સંત ચંદનનાથ ને દરરોજ પોતાનાં ઘરેથી કાવેરી ગાયનું દુધ પીવડાવવા લઈ જતાં એક દિવસ ચંદનનાથ પાતામણની મનોવ્યથા જાણી ગયા ને કહ્યું પાતામણ કાલે આવો ત્યારે થોડાં ચોખા ને સાકર પણ સાથે લેતાં આવજો.
બીજા દિવસે પાતામણ પાછા ચંદનનાથ પાસે જાય છે.ચંદનનાથ પાતામણને ખીર બનાવીને આપે છે.અને કહે છે કે પાતામણ તમે તો મને તમારા સંસારની વ્યથા મને ન કહી પણ તમારા ચહેરા અને આંખો એ મને કહી દીધું,જાઓ પાતામણ આ ખીર તમે અને તમારા પત્ની જમજો તમારે ત્યાં પુત્ર નો જન્મ થશે અને એ બીજો કોઈ નહી પણ સ્વયં રણુંજાનો રામાપીરનો અવતાર હશે.તથા કાલે સવારે સુરજનું પહેલું કિરણ નિકળતાંજ ધુફણીયા છોડીને નીકળી જજો.
જે સ્થાને સૂરજ આથમે ત્યાં નિવાસ કરજો.પાતામણ ચંદનનાથે કહ્યા મુજબ કરે છે.અને સાંજ પડતાં તે જે ગામમાં આવે છે તે ગામ એટલે પાળીયાદ,પાળીયાદનાં મોભી રામા ખાચર પોતે કાઠી છે અને પાતામણની ભક્તિ વિષે ઘણું બધું જાણે છે.તે પાતામણ માટે રહેવાંની વ્યવસ્થા કરી આપે છે.સમય વિતતો જાય છે અને વસંતપંચમી ને રવિવાર નાં દિવસે રણુંજાનો રાજવી પાતામણનાં ઘરે જન્મ લે છે.પાતામણે પોતાનાં પુત્રને વિસામણ નામ આપ્યું અને સંતોની કૃપાથી રામદેવપીર અવતર્યા અને વિસામણ એ વિસામણભગત તરીકે ઓળખાય છે.
જુઓ video:
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સઃ ગૂગલ)
[અસ્વીકરણ: આ સમાચાર વેબસાઈટ પરથી મળેલી માહિતીના આધારે કરવામાં આવ્યા છે. ધર્મ લોક તેની બાજુથી આની પુષ્ટિ કરતું નથી.]