પરબ ધામ મંદિર નો ઇતિહાસ, દર્શન માત્ર થી રોગ થઈ છે દૂર, જુઓ વીડિયો

પરબ ધામ મંદિર નો ઇતિહાસ, દર્શન માત્ર થી રોગ થઈ છે દૂર, જુઓ વીડિયો

પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ ધામ એ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. પ્રાચીન સમાધી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે. સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો–સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી, સંત કવિ દાસી જીવણ સાહેબ ની સ્મૃતિ નો કુવો પણ આવેલ છે. તે ઉપરાંત અહીં અન્ય ૯ સમાધિઓ આવેલી છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.

ઈ.સ. ૧૮મી સદીમાં કચ્છ અને સિંધ પ્રાંતમાં દુષ્‍કાળ પડ્યો હતો. દુષ્કાળ પીડિત લોકો સૌરાષ્‍ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતાં. તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો, તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે. સંત દેવીદાસની યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમને રામનાથ થી દસ ગાઉ દુર મહાભારતના સમયકાળના સૂના સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્તમહારાજજી સૂનો પડેલો ધૂણો સજીવન કરવા જણાવ્યું અને ત્યાં સહુને ટુકડો રોટી આપી લોકસેવા કરવાનું સૂચવ્યું. તેઓ આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું. લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડા ડાળે ધજા ફરકતી કરી. તે સ્થાન ને આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખવામાં છે.

અહીં અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. તે વિષે લોકવાયકા એવી છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દીધા અને કઇંક વરદાન માગવા કહ્યુ ત્યારે દેવીદાસ બાપુએ એટલું યાચ્યું હતું કે પરબની જગ્યાનાં દર્શન માત્રથી કુષ્ઠારોગી માનસીક,શારિરીક, કે સામાજિક વેદનાથી પિડાતા જીવાત્માનાં કષ્ટ ભંજન થાય. અને એમની સમાધિના દિવસ એટલે કે અષાઢીબીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બીરાજમાન સર્વે દેવોએ પરબ પધારવુ. આથી સમાધિ પરબધામમાં અષાઢીબીજે મોટો મેળો ભરાય છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Gujarati Biography” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મંદિરે એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *