પાવાગઢ મંદિર નો ઇતિહાસ, કેવી રીતે થયું માતાજીનું રૂપ કાળું. જાણો
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. ત્યાં પહોચવા માટે રોપ-વેની પણ સુવિધા છે જેની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે.પુરાણો માં અને પણ જેનો ઉલ્લેખ થયો હોઈ એવું પવિત્ર અને અતિ પ્રાચીન તીર્થસ્થળ એટલેકે પાવાગઢ.જેની સાથે જોડાયેલો છે ખુબજ રોચક ઇતિહાસ તો આવો જાણીએ મહાકળી રૂપ નો ઇતિહાસ તથા તે પાછળ જોડાયેલી કહાનીઓ દેશભરમાં ફેલાયેલી કુલ ૫૧ શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી.દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના,આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો ધરાવે છે.ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે.
પાવાગઢના માં મહાકાળી માતાજી ને દક્ષિણ કાળી તરીકે પૂજાય છે.આથી વૈદિક તથા તાંત્રિકવિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે.ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા.તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા.તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું.
માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. એ મુજબ , છ જ મહિના પછી અમદાવાદના સુબા મહેમુદે પાવાગઢ પર આક્રમણ કર્યું.સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમનાં પુત્રી પાર્વતીનું દક્ષે અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો. આથી ક્રોધે ભરાયેલા શંકરે ખભા પર પાર્વતીનો દેહ ઉઠાવીને તાંડવ નૃત્ય આદર્યું.
શંકરના ક્રોધથી સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે પાર્વતીના દેહના ટૂકડા કરવા માંડ્યા. એ વખતે જે ટૂકડો જ્યાં પડ્યો એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાય છે.પાવાગઢ પણ એવી જ એક શક્તિપીઠ છે.ગરુડ પુરાણ અનુસાર પાવાગઢ અને તેની આસપાસની નિર્જન પહાડીઓ રાજર્ષિ વિશ્વામિત્રીનું સાધનાક્ષેત્ર હતું. વિશ્વામિત્રે પોતાના તપોબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી.
આ કથાની સાહેદી પૂરતી વિશ્વામિત્રી નદી આજે પણ પાવાગઢમાંથી નીકળે છે.પાવાગઢનો કિલ્લો અત્યંત મુશ્કેલ અને અભેદ ગણાતો હતો. પરંતુ અમદાવાદના શાસક મહંમદે જુનાગઢ ઉપરાંત પાવાગઢને પણ પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી. બે ગઢ જીત્યા હોવાથી તે બેગઢો-બેગડો કહેવાયો હતો.મહંમદ બેગડા સામેના યુદ્ધમાં પાવાગઢના શાસક પતાઈ રાવળનું પતન થયું હતું. એ વખતે મહંમદના સૈન્યે મહાકાળીના મંદિરને ભારે હાનિ પહોંચાડી હતી.
શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાઈનો મહેલ આવેલો છે. જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો.પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઈમારત અત્યારે છે. આ વાવ લગભગ ચાર માળની છે. અને તેની લંબાઈ 190 ફૂટ છે અને પહોળાઈ 10 ફૂટ છે.
એ પછી દોઢસો વર્ષ સુધી મંદિર જિર્ણ અવસ્થામાં રહ્યા બાદ વડોદરાના ગાયકવાડે તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.મંદિરનાં મુખ્ય આકર્ષણો જેવા કે ડુંગર પર આવેલું મંદિર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.માચી તરીકે ઓળખાતી તળેટીથી મંદિર સુધી જવા માટે સર્પાકારે જંગલ અને પહાડ વચ્ચેથી પસાર થતાં ૧૫૦૦ પગથિયાં ચડવા પડે છે. રોપ-વેની સુવિધા પણ પ્રાપ્ય છે. ટ્રેકિંગ માટે ચાંપાનેરથી માંચી અને પાવાગઢ સુધી પહાડના રસ્તે જવાના આયોજન પણ લોકપ્રિય છે.
પાવાગઢ ધામ માં આરતીનો સમય.સવારે 5:00 વાગ્યે.સાંજે 6:30 વાગ્યે.૨૪ કલાકમાંથી ૨૨ કલાક માતાના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહે છે. માત્ર શણગાર માટે બે કલાક દ્વાર બંધ કરવામાં આવે છે.મહાકાળી મંદિર પાવાગઢ મંદિર માર્ગદર્શન,ગુજરાતના તમામ મહત્વનાં શહેરો સાથે પાવાગઢ માર્ગો વડે જોડાયેલું છે.વડોદરાથી દર ૩૦ મિનિટે પાવાગઢ જવા માટેની બસ મળી રહે છે.પાવાગઢ અને વડોદરા વચ્ચેનું અંતર માત્ર ૪૮ કિમી છે. પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે.
પવિત્ર ધામ પાવાગઢ થી નજીકના મંદિરો.લક્ષ્મીનારાયણ મંદિર વડોદરા ૫૩ કિમી.ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર સરનાલ ૫૮ કિમી.રણછોડરાયજી મંદિર ડાકોર- ૭૬ કિમી.ભાથીજી મંદિર ફાગવેલ ૮૫ કિમી.૫૧ શક્તિપીઠમાં પાવાગઢનો સમાવેશ થાય છે.પર્વતની ટોચ પર રહેવાની વ્યવસ્થા નથી પણ નીચે ઘણી ધર્મશાળાઓ આવેલી છે.મંદિરનું અન્નક્ષત્ર શ્રદ્ધાળુ માટે ખુલ્લું હોય છે.જ્યાં બે ટંકનું જમવાનું આપવામાં આવે છે.પાવાગઢ તીર્થ ધર્મશાળામાં રહેવાની સુવિધા છે, જેઠીકરી ને પ્રવાસીઓ ને કોઈ અગવડ ના પડે ખરેખર ખુબજ ધાર્મિક અને પવિત્ર સ્થળ છે જ્યાં માં મહાકાળી સાક્ષાત હોઈ છે.
પાવાગઢ ફક્ત હિંદુઓનું જ ધાર્મિક સ્થળ નથી પરંતુ મુસ્લીમ અને જૈનોનું પણ ધાર્મિક સ્થાન છે. પાવાગઢમાં કરાયેલ પ્રાચીન કારિગરી હજું પણ જોવા મળે છે. અને આ બધું જ બાંધકામ ઇસ્લામી શાસનકાળ દરમિયાન થયેલું છે. તેમાં જુમા મસ્જીદનો પણ સમાવેશ થાય છે. આ મસ્જીદ તેની નકશીકામના કારણે આખા જગતમાં પ્રસિધ્ધ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ છે. આ સ્થળને સિદ્ધક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @M.H.Patel- Gyan No Khajano નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહાકાળી માતા ની માનતા અને ચમત્કાર છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]