રાજપીપલા હરસિધ્ધિ માતાજી નો ઇતિહાસ, 700 વર્ષ જૂનું મંદિર નું રહસ્ય, જુઓ વિડિઓ….
માં શક્તિની આરધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ છે. નર્મદાના મુખ્ય મથક રાજપીપળામાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરે પણ નવરાત્રીના પહેલા દિવસથી જ ભક્તો દર્શન માટે પ્રતિ વર્ષ ઉમટી પડતું હોય છે દૂરથી ભક્તો પગપાળા ચાલીને પણ માતાજીના દર્શન કરવા આવે છે. માતાજીના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો રાજપીપળા રાજવી નગરી ગણાય છે. આઝદી પહેલાં આ શહેર નાંદોદ તરીકે ઓળખાતુ હતું, આ નાંદોદ પર ગોહિલ વંશના રાજઓનું રાજ્ય હતું. લોક વાયકા પ્રમાણે જેના નામથી વિક્રમ સંવત કહેવાય છે.
તે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ્ય કર્યંુ હતું. તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈનની સાથે રાજપીપળાના પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈન નિવાસી મા હરસિધ્ધિને સાક્ષાત તેમની સાથે વિક્રમ સવઁત 1657 એ આસો માસની અષ્ટમી અને મંગળવારે રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે. 419 વર્ષ પુરાની આ કથા મુજબ આજે પણ સાક્ષાત મા હરસિધ્ધી ઉજ્જૈન અને રાજપીપળામાં બીરાજે છે. પ્રથમ નવ દિવસ અહીં ભાતીગળ મેળો ભરાય છે.
આપનો ભારત દેશ એ વિવિધ ધર્મ ને માનવ વાળો એક માત્ર દેશ છે આપણા દેશમાં ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શને આવતા હોય છે, અને ભગવાન બધા જ દર્શનાર્થીઓની મનોકામના પુરી કરતા હોય છે. અહીં આ મંદિરે દરેક ભકતોની આસ્થાપુરી થતી હોવાનુ શ્રધ્ધાળુઓ કહે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Rocky Bhai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર ના પરચા એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]