પીપળીધામ થી લાવેલ અખંડ જ્યોત ના દર્શન, રામાપીર મંદિર બજુડ, જુઓ વીડિયો
આપણા ગુજરાત રાજ્યમાં નાના-મોટા હજારો મંદિરો છે અને તે બધામાં દેવી-દેવતાઓ બિરાજમાન છે. આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે, ચાલો આજે જાણીએ રામદેવપીરના આવા જ એક મંદિરને.
આ મંદિર ભાવનગરના ઉમરાડા તાલુકાના બજુડ ગામે આવેલું છે.આ મંદિરમાં જે દર્શન રામદેવપીરની મૂર્તિના દર્શન થાય છે એવા જ દર્શન પીપળી ગામમાં થાય છે. બજુડ ગામે પીપળી ગામેથી લાવેલી અંખડ જ્યોતના દર્શન થાય છે.
આજથી ૬૦૦ વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સાવંત ૧૪૦૯ ને ભાદરવા સુદ બીજને દિવસે રામદેવપીર મહારાજનો જન્મ થયો હતો.આજે ભગવાન રામદેવપીરના દર્શને ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને તેથી જ રાજસ્થાન અને ગુજરાતમાં રામદેવપીરના મંદિરો વધારે જોવા મળે છે.
આ મંદિરની પહેલા એક નાની ડેરી જ હતી અને પછી ત્યાં મંદિર બનાવ્યું હતું. તેના પછી ધીમે ધીમે મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. અહીંયા રામદેવપીરના દર્શને આવતા બધા જ ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે.
અહીંયા ભક્તો દૂધની પ્રસાદી પણ ચડાવે છે અને તેમાં પણ મહત્વની વાત તો એ છે કે આજ દિન સુધી આ દૂધ કોઈ દિવસે બગડ્યું નથી એટલે આજે પણ રામદેવપીર મહારાજ પરચા પૂરતા રહે છે. અહીંયા દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીઓને ઘરે પણ પારણાં બંધાય છે. સાથે દરેકે દરકે ભક્તોની બધી જ મનોકામનાઓ રામદેવપીરના આશીર્વાદથી પુરી થાય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Dhaval Agravat Vlogs નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]