રણુજાના રામદેવ પીર ના મંદિર નો ઇતિહાસ, વાંચીને શેર જરૂર જરૂર કરજો….

રણુજાના રામદેવ પીર ના મંદિર નો ઇતિહાસ, વાંચીને શેર જરૂર જરૂર કરજો….

રામદેવપીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો અને તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા અને હીરાભાઇને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રૂઘ્ધા હતી અને ભકિતભાવ કરતા હતા અને તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઇએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણુ છુ પણ મારો સમાજ આ વાત માનશે નહી તો સાબિતીરૂપે મને શું કરવુ તે જણાવો.

રામદેવજી મહારાજે પીપર વૃક્ષનુ સુકુ ડાળખુ વાવવા જણાવેલ અને તે પીપરનુ ડાળખુ લીલુ થઇ કુંપળો ફુટશે તે સૌને બતાવજે અને આ મુજબ પીપરનુ ડાળખુ લીલુ થતા ત્યાં હીરાભાઇએ નાની ડેરી બનાવી રામદેવજી મહારાજની પુજા કરવાનુ ચાલુ કર્યુ અને હીરાભાઇ માંથી હીરા ભગત કહેવાયા હાલ આ જગ્યા વીરામ વૃક્ષરૂપે ગુજરાતમા સ્થાન ધરાવે છે. અહી નવા અને જુના એમ બે મંદિર હાલમા આવેલ છે. નવા મંદિરની સ્થાપના ખુશાલભાઇ કામદારે કરેલ છે આ બંને મંદિરમા અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે આ મંદિર જામનગરથી 52 કી.મી દૂર આવેલું છે આ મંદિરે દૂર દૂર થી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે. કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુએ આ મંદિરમાં બાબા રામદેવજીની 1960માં સ્થાપના કરી હતી.આ જગ્યા પર પહેલા જંગલ અને મેદાન જ હતું ત્યાર બાદ સંત શ્રી ખુશાલબાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો અહીંયા મંદિરમાં ઉજળિયા સુદ-બીજ ઉજવવામાં આવે છે અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસના એકમે કરવામાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે.

ગુજરાતમાં લોકો જો કોઈમાં સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાંહિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ એમણે રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. એમનું સમાધી સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે ત્યાં આવેલી છે. એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ જ ત્યાં દર્શનાર્થે ઉમટે છે. એમનાં મેળામાં તો લોકો બહુ દુરથી ચાલતાં એટલેકે પગપાળા ત્યાં નેક, બાધા, આખડીઓ કરીને અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રધ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે

તેમજ બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે. એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતિક છે. બાબાનું અવતરણ વિક્રમ સંવત ૧૪૦૯માં ભાદ્રપદ શુક્લ બીજનાં દિવસે તોમર વંશીય રાજપૂત તથા રુણીચા નાં શાસક અજમલજીના ઘરમાં થયો હતો.એમની માતાનું નામ મીનલદે હતું. એમણે આખું જીવન શીષિત , ગરીબ અને પિછડેલાં લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવં છુત અછૂતનો વિરોધ કર્યો હતો. ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામનાં પીર રામાપીર પણ કહેતાં હતાં. બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એમણે હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુ જ નહીં મુસ્લિમ સમુદાયનાં લોકો પણ પીરોનાં પીર બાબા રામદેવ પીરનાં સજદેમાં માથું ઝુકાવે છે મુસ્લિમ દર્શનાર્થી એમને બાબા રામ સા પીર.કહીને બોલાવે છે.

રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રામદેવરા (રુણીચા)માં બાબાનું વિશાળ મંદિર છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવાં ભારત આવે છે. બહુજ બધાં શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો એક મહિનો કરતાં પણ વધારે ચાલે છે.

કહેવાય છે કે જ્યારે રામદેવજીનાં ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવાંલાગી તો મક્કા સાઉદી અરેબિયાથી પાંચ પીર એમની પરીક્ષા લેવાં આવ્યાં. એ એમની પરખ કરવાં માંગતા હતાં કે રામદેવ વિષે જે પણ કહેવાય છે એ સાચું છે કે જુઠ્ઠું બાબાએ એમનો આદર સત્કાર કર્યો જયારે ભોજનનાં સમય માટે જાજમ બીછાવવા માં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યાં છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતાં. એના પછી બધાં જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે.

રામદેવજીએ કહ્યુ કે આતિથ્ય અમારી પરંપરા છે અમે તમને નિરાશ નહીં જ કરીએ પોતાનાં જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ એ બધાં જ કટોરા રુણીચામાં જ પ્રગટ કરી દીધાંજે એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતાં હતાં. આ જોઇને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી હતી.

બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.

તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું. બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.

રામદેવજી નું ગામ રણુજા હતું. અને તેમના પર્ચાઓની ખ્યાતી દૂર દૂર સુધી ફેલાયેલી હતી. પરંતુ આ વાત અમુક આજુબાજુ ના લોકો ને પસંદ ન આવી. તેમને લાગ્યું કે તેમનો ઇસ્લામ ધર્મ કરવામાં આવી ગયો છે.જેના કારણે મોલવીઓ એ રામદેવજી ને નીચું બતાવવા માટે ઘણા ઉપક્રમ કર્યા હતા.આજે પણ રામદેવપીરનું એટલું જ મહત્વ છે. આજે પણ લાખોની સંખ્યામા એમના ભાવિક ભક્તો એમના દર્શન માટે આવે છે. હિન્દુ હોય કે મુસ્લિમ તેમની ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે .અને તેમને બાબામા તૂટ આસ્થા પણ રહેલી છે .બાબા રામદેવ પીર પણ સૌની મનોકામના પૂર્ણ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *