આજ ના સોના ના ભાવ, સોના ના ભાવ માં ભયંકર ઘટાડો

આજ ના સોના ના ભાવ, સોના ના ભાવ માં ભયંકર ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે પાછલા કારોબારી દિવસની તુલનામાં આજે એટલે કે 17 એપ્રિલ 2023ના સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે.

ભારતીય સોની બજારમાં આજે 17 એપ્રિલ 2023ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. તો ચાંદીનો ભાવ 75 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 60709 રૂપિયા પર આવી ગઈ છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી સસ્તા થયા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે ગુરૂવારની સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 60880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 60709 રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોના અને ચાંદી સસ્તા થયા છે.

આજે શું છે સોના ચાંદીની કિંમત

આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 60466 રૂપિયા પર પહોંચી ગયા છે. તો 916 શુદ્ધતાવાળું સોનું આજે 55609 રૂપિયા પર આવી ગયું છે. આ સિવાય 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 45532 પર પહોંચી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ આજે ઘટીને 35515 રૂપિયા છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 75570 રૂપિયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *