કર્ણ નુ મૃત્યુ અને ત્રણ પાન ના વડ નુ રહસ્ય, ચોથું પાન આવે એટલે એક પાન ખરી જાય
સુરતની અંદર તાપી નદીના કિનારે ૫ હજાર વર્ષ પહેલાં એટલે કે લગભગ દ્વાપર યુગનું આ ત્રણ પાનના વડ નું વૃક્ષ લોકોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. તમને થતું હશે કે આ વૃક્ષ છે એટલે તેની ઊચાઇ ૧૦-૨૦ ફૂટ હશે પરંતુ તેની ઊંચાઈ માત્ર દોઢ ફુટ જ છે. આ ત્રણ પાનના વડ નુ અહી ઉગવું એ તાપી નદીનું મહત્વ દર્શાવે છે. આ ત્રણ પાનના વડ સાથે પૌરાણિક અને ધાર્મિક કથાઓ જોડાયેલી છે.
મહાભારતના અંતમાં મહાયુદ્ધ થયેલું. આ યુદ્ધના અંત સમયે કર્ણનો પણ વધ થયો હતો ત્યારબાદ તેની અંતિમવિધિ અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવી હતી. તેની યાદગીરીની પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી ક્રિષ્ણાની ઇચ્છાથી ઉગ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે આ વડમાં ચોથું પાન આવે છે ત્યારે એક પણ પાન ઓટોમેટીક ખરી જાય છે.
મૃત્યુ પછી ભગવાન કૃષ્ણ એ કર્ણ પાસે ગયા ત્યારે કર્ણએ કહ્યું, “હે કૃષ્ણ, મેં ક્યારેય કોઈ પાસે માંગ્યુ નથી. પરંતુ આજે આપને એક પ્રાર્થના કરુ છું કે, “મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે, માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી ધરતી પર થાય તેવું હું ઈચ્છું છું. હે કૃષ્ણ, મારી છેલ્લી ઇચ્છા એ પણ છે કે તમે મારો અંતિમ સંસ્કાર કરો.”
ત્યારે કર્ણએ કહ્યું, “હે કૃષ્ણ, મેં ક્યારેય કોઈને પૂછ્યું નથી. પરંતુ આજે હું તમને પ્રાર્થના કરું છું,” હું એક કુંવારી માતાને જન્મ્યો હતો, તેથી હું ઈચ્છું છું કે મારા અંતિમ સંસ્કાર કુંવારી ધરતી પર કરવામાં આવે. શા માટે? મારી છેલ્લી ઈચ્છા છે કે તમે મને દફનાવો. , ભગવાન કૃષ્ણે તેમના અંતર્જ્ઞાન દ્વારા કુંવારી ભૂમિ, પછી સુરત તાપી કિનારે શોધ્યું; અશ્વિનીકુમારના મંદિર પાસેની જમીન કુંવારી હતી. જ્યાં કર્ણના દેહ છોડ્યા બાદ ભગવાન કૃષ્ણ અને પાંચ પાંડવોએ મળીને કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા.
ત્યારે પાંડવોએ જણાવ્યું કે, “હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુંવારી જમીન છે, પરંતુ આવનારી પેઢીને કંઈ રીતે ખબર પડશે કે આ જ કુંવારી જમીન પર દાનવીર કર્ણનાં અંતિમ સંસ્કાર થયા હતા”.
ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે, “આ સ્થાન પર એક વડ નું વૃક્ષ ઉગશે, અને તેમાં એક સાથે ત્રણ જ પાંદડા આવશે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાં પ્રતિક હશે. કુદરતના વિકાસ ના નિયમને જો એ વટ વ્રુક્ષ અનુસરશે અને ચોથું પાંદડું ઉગશે તો એક પાંદડું આપોઆપ ખરી પડશે; ત્રણ ના ત્રણ જ રહેશે. આમ એ સાબિત કરશે કે અહી વિકાસ અટકી ગયો છે.”
આ વટ વૃક્ષ આજે પણ છે અને આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા આવે છે. જે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણનાં અગ્નિસંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા. આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. સુરત શહેરમાં તાપી નદીનાં કિનારે આવેલા અશ્વિનીકુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડાવાળું વટ વૃક્ષ આવેલું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]