ઊંચા કોટડા હાજરા હજુર છે માં ચામુંડા, કાળીયો ભીલ અહીંયા થી વહાણ લૂંટવા જતો

ઊંચા કોટડા હાજરા હજુર છે માં ચામુંડા, કાળીયો ભીલ  અહીંયા થી વહાણ લૂંટવા જતો

ઉંચા કોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે ભાવનગર થી ઉંચા કોટડા મંદિર ૮૦ કિ.મી અંતર આવેલ છે. મહુવા થી ઉંચા કોટડા ૩૫ કિ.મી અંતરે આવેલા છે. આ ગામ દરિયાકિનારે આવેલું છે.

મારવાડમાં એકવાર દુકાળ પડતાં ભક્ત જસા ભીલ એ માતાજીને પ્રાર્થના કરી માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તારી પત્નીને લઈ પશુ સાથે લઈને કાઠિયાવાડ તરફ જા અને તારી આ કાળી ગાય પગની ખરી થી જ્યાં નિશાન કરે ત્યાં નિવાસ કરશે. ત્યાં મારો નિવાસ થશે. માતાજી ની આજ્ઞા થવા પર જસા ભીલ પત્ની અને ઢોર ને લઈને ત્યાં ગયો અને કાળી ગાયની પગની ખરી ત્યાં કોતર્યું અને ત્યાં મંદિર બન્યું.

જસા ભીલ ઉંચા કોટડા માં આવીને વસ્યો ત્યારબાદ તેને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો. જેનું નામ કાળીયો ભીલ પાડવામાં આવ્યો. કુળદેવી ચામુંડા માતાજી પોતે આવીને કાળિયા ભીલ ને લઈ જાય છે. અને હમીર આહીર ના નેહડે મૂકી આવે છે. ત્યારબાદ હમીર આહીર કાળિયા ભીલની મોટો કરે છે. ત્યારબાદ માતાજીની આજ્ઞાથી તે દરિયામાં વહાણ આવતા હોય તેને લૂંટી હીરા અને ઝવેરાત કોઠીમાં સંતાડતો.

શ્રી ચામુંડા માતાજીનું દરિયાકિનારાની ભેખડો પર આવેલું પૌરાણીક મંદિર પ્રસિધ્ધ છે. માતાજી નું મંદિર ડુંગર ૫ર આવેલુ છે. કાળીયા ભીલની કોડી છે. વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતું તેવી માન્યતા છે. કાળીયા ભીલ દરિયામા વહાણ લુંટતો. વહાણ લુંટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો. આજ ની તારીખેમાં ઉંચા કોટડામાં કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *