વડવિયાળા ગામમાં અચાનક સિંહ આવતાં લોકોમાં ફફડાટ, દેકારો કરતાં વનરાજને ભાગવું પડ્યું, જુઓ વિડિઓ

વડવિયાળા ગામમાં અચાનક સિંહ આવતાં લોકોમાં ફફડાટ, દેકારો કરતાં વનરાજને ભાગવું પડ્યું, જુઓ વિડિઓ

ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા વડવીયાળા ગામમાં ગત રાત્રિના એકાએક સિંહ ચડી આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહને ભગાડવા લોકોએ દેકારો શરૂ કર્યો હતો. સિંહની પજવણી કરતા હોવાનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. પજવણીથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ગામમાં દોડી આવ્યો હતો. જોકે અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી.

ગ્રામજનોએ દેકારો કરતાં અંતે વનરાજ ભાગ્યા

ગીર જંગલ બોર્ડરની આસપાસનાં ગામોમાં ઘણી વખત સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ આવી ચડતાં જોવા મળે છે. એવી જ રીતે ગત રાત્રિના સમયે જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ચડ્યાની ઘટના સામે આવી છે. દસેક વાગ્યા આસપાસ વડવિયાળા ગામમાં એક સિંહ આંટાફેરા મારી રહ્યો હતો. એ સમયે અમુક ગ્રામજનોના ધ્યાનમાં આવતાં ગામમાં સિંહ આવ્યો હોવાની વાત સમગ્ર ગામ અને બાદમાં પંથકમાં પ્રસરી ગઈ હતી. આ વાતને લઈ ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી. એ સમયે એક તરફથી બંધ શેરીમાં સિંહ પ્રવેશ્યા બાદ બહાર નીકળવા તરફ રસ્તામાં અમુક ગ્રામજનો એકત્ર થઈ ગયાં હતાં. ગ્રામડનો સિંહને ભગાડવા દેકારો કરી રહ્યાં હતાં. આમ પજવણી કરાતી હોવાથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો.

વન વિભાગનો સ્ટાફ વડવિયાળા ગામે દોડી આવ્યો

આ સમગ્ર ઘટના ગામના અમુક યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો વાઇરલ થયો છે. તો ગામમાં જેટલો સમય સિંહ રહ્યો ત્યાં સુધી ગામ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સિંહના ગયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ વડવિયાળા ગામે દોડી ગયો હતો.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@S24 NEWS CHANNEL ” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *