બહુચરાજી મંદિર દર્શન, અને ચૈત્રી પૂનમ નો મેળો, વિડિયો માં કરો માં ના દર્શન
મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં આવેલા બહુચરાજી મેળાની. ગુજરાતના તમામ લોકો તેને ખૂબ જ ધૂમધામથી ઉજવે છે. તમામ લોકોનું એવું મન હોય છે કે તેઓ પણ આ મેળા નો હિસ્સો બને. અને બહુચરાજીના પાવન ધામમાં તેમના દર્શન કરે બહુચરાજીના મંદિર વિશે જો વાત કરવામાં આવે તો આ મંદિર અમદાવાદ થી મોઢેરા સૂર્યમંદિર જઈએ ત્યાંથી 14 કિલોમીટરના અંતરે આવેલું છે.
આ મંદિરનું ખૂબ જ સત માનવામાં આવેલું છે. જે લોકોને સંતાન પ્રાપ્તિ થતી નથી. તે લોકો આ મંદિરે માનતા માને છે. જે વ્યક્તિઓ સાચા મનથી અહીંયા માનતા માનતા હોય છે. તેમની માનતા પૂર્ણ પણ થતી હોય છે. જ્યારે તેઓની માનતા પૂર્ણ થઈ જાય છે ત્યારે તે લોકો અહીંયા તેમના સંતાનોના ફોટા પણ લગાડતા હોય છે. બહુચરાજીના મંદિરમાં તમે જેવા પ્રવેશ કરો છો એટલે તમને મુખ્ય ત્રણ મંદિરો જોવા મળશે.
જેમાં મુખ્ય મંદિર બાલાજી ભગવાનનું છે અને લોકો ખૂબ જ દિલથી તેમની પૂજા પણ કરતા જોવા મળે છે. આ મંદિર અંદાજે ઘણા વર્ષોથી અહીંયા આવેલું છે અને શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું સ્થાન પણ બન્યું છે. જ્યારે અહીંયા બહુચરાજી નો મેળો યોજાતો હોય છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા મેળા ના હિસ્સેદાર બનવા માટે આવતા હોય છે.આ મંદિરની અંદર એ ખૂબ જ મોટી જગ્યા પણ બનાવવામાં આવી છે જે માતાજીના હવન કરવામાં આવતા હોય છે અને ત્યાંથી તમે થોડાક આગળ વધો છો એટલે ખુબ જ સરસ મજાનું ગણેશજીનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે ટૂંકમાં અમદાવાદ પાસે આવેલા બહુચરાજીના મંદિરમાં એક વખત દરેક શ્રદ્ધાળુ એ આવવા જેવું છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gosai Maulik નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].