આ મંદિર માં ખેતલાઆપા દાદા આપે છે સાક્ષાત દર્શન, ભક્તો ના દરેક દુઃખ ને દૂર કરે છે…

આ મંદિર માં ખેતલાઆપા દાદા આપે છે સાક્ષાત દર્શન, ભક્તો ના દરેક દુઃખ ને દૂર કરે છે…

હમણા જીવતા નાગ દેવતા હરતા ફરતા જોવા મળે એવું એક માત્ર મંદિર તે કડૂકા, એક નહિ પણ અનેક નાગ હાલમા જોવા મળે છે પણ તે પેલા ગામ વિશે જાણી લઈએ તમે બધા ચમત્કારની વાતો સાંભરી હશે અને ગણા ચમત્કાર જોયા હશે પણ આ ચમત્કારિક મંદિર એવું છે જેમ તમને તમારી આંખો પર પણ વિશ્વાસ નહિ આવે આ ખેતલાપાનું મંદિર કડુકા ગામે આવેલું છે આ મંદિરમાં નીચે જોઈને ચાલવું પડે છે કારણ કે ખેતલાપા સ્વરૂપે સાપ ફરતા હોય તેવું માનવામાં આવે છે આ મંદિરમાં કોઈપણ જગ્યાએ સાફ જોવા મળે છે પણ આ સાપથી ડરવાની જરૂર નથી આ સાપ હજી સુધી કોઈને કરડ્યા નથી.

કડુકા તા.જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ અગિયાર તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક ગામ છે કડુકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે આ ગામમાં મુખ્યત્વે ઘઉં જીરુ મગફળી તલ બાજરી ચણા કપાસ દિવેલા રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ મંદિરમાં એક બે નહિ પરંતુ ગણા બધા સાપ જોવા મળે છે.આ મંદિરમાં ગણા લોકો માનતા રાખતા હોય છે.સામાન્ય દિવસોમાં પણ આ ખેતલાપા મંદિરે લોકો દર્શન કરવા આવતા હોય છે અમુક લોકો માનતા પુરી કરવા આવે છે ત્યારે ફોટા પણ લગાવતા હોય છે.આ મંદિરના સાપ તમે પણ પકડી શકો છો તમારામાં હિમ્મત હોય તો કોઈ દિવસ આ સાપ કોઈને કરડતા નથી.

આ મંદિરના ઘણા એવા ચત્મકાર છે.ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.કોઈદિવસ કોઈ મુસીબતમાં આવી ગયા હોય ત્યારે આ ખેતલાપા મંદિરે આવીને લોકો માનતા રાખતા હોય છે અને તેમનું કામ પતિ ગયા પછી લોકો માનતા પુરી કરવા માટે આ મંદિરે જાય છે.આ મંદિરે બહુ મોટી ભીડ જોવા મળે છે.જસદણ તાલુકાના કડૂકા ગામનૂ વર્ણન કરવામાં આવે તો આ ગામની ચારે દિશાઓમા પવિત્ર તિર્થધામો આવેલા છે. પૂર્વમા બિલેસ્વર મહાદેવ અને હિગોલગઢ અભ્યારણ અને આલા ખાચરના માતાજી જે રાજ મહેલમા છે પશ્ચિમ માં મદાવેશ્વર મહાદેવ ઊતરમા ચોટીલા મા ચામૂડા કડૂકા થી ત્રણ કિમી દૂર ભોયરામા પાડંવ કાલીન ગુપ્તેસ્વર મહાદેવ ધૌરઈ ગામમાં દક્ષિણમા ધેલા સોમનાથ આવા તિર્થધામથી ઘેરાયેલ કડૂકા ગામમાં હાલ ખેતલિયા બાપાનૂ જૂન સ્થાન છે.

જયા હાલમા દાદા સ્વયમેવ હાજર છે જે તમે આ ફોટા દ્રારા જોઈ શકો છો હાલમા મંદિરે નાના બાળકો આ સાપને રમડતા નજરે ચડે છે વકાતર કૂળના કૂલદેવ તરીકે પૂજાય છે અહિ નાગ સ્વરૂપે બિરાજે છે ખેતલાદાદા આ બીજે ક્યાંય જોવા નહિ મળે.હવે વાત ખેતલિયા બાપાની દંત કથાનુસાર કાનાભુવાથી શરૂ થાય છે, કડુકા અને ધારૈઇ ગામ વચ્ચે ભગવતી ખોડીયાર નુ સ્થાન આવેલ છે, પાંચ ગામના ભક્તો હતા તેથી પંચની ખોડીયાર તરીકે ઓળખાય અને કાનાભુવા ત્યાં રહેતા ભકતિમય જીવન જીવતાં હતા, કાનાભુવા બન્ને આંખે અંધ હતા પરંતુ એમને એવું વરદાન હતું કે સવારે ઉઠતાની સાથે પથારીમાં હાથ ફેરવતાં તેમને એક રૂપીયો મળે છે.વર્ષોના વહાણા બાદ કાનાભુવા દેવલોક પામ્યા ત્યારે એવી લોકવાયકા અહી પ્રચલિત છે કે તેમની સ્મશાન યાત્રામાં ખુદ ખેતલિયા બાપા પણ નાગ સ્વરૂપે ગયેલા.પંરતુ સ્મશાને ડાઘુઓ જ્યારે ગામભણી પરત ફરતાં ખેતલિયા બાપાને ગામમાં પરત ફરવાનું આમંત્રણ ન આપતા તે સ્મશાન જ રહ્યા, અમુક સમય વિત્યા બાદ વાલાભુવા ને પ્રેરણા થઇ અને ખેતલિયાબાપા એ સ્વપ્નામાં નિશાની આપી કે હુ આ જગ્યાએ તમારી સામે આવીશ.

અને ઢોલ શરણાઈ સાથે બાપાના સામૈયાની તૈયારી કરી અને આપલે નિશાની પ્રમાણે બાપા ત્યાં હાજર થયા અને લોબડીમા આસાન આપી બાપાને મઢમા લાવ્યા આજે પણ એજ બાપા શ્રદ્ધાળુઓને સહાય કરે છે અને ધારી મનોકામના પૂર્ણ કરે છે.મિત્રો જાણીએ બીજા એક આવા જ ચમત્કારી મંદિર વિશે.નાગ પૂજા આપણા ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. નાગ દેવતાના અનેક મંદિરો ભારત સહિત વિદેશોમાં પણ આવેલા છે. ભારતમાં એક અનોખું અને પ્રાચીન મંદિર છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં નાગદેવતાની પૂજા થાય છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી 70 કિમી દૂર આવેલું છે.

આ સ્થળની ખાસિયત એ છે કે અહીં આવેલા તળાવમાં અરબો રુપિયાનો ખજાનો છે. પરંતુ અહીંથી કંઈ જ કોઈ વ્યક્તિ લઈ જઈ શકતી નથી. કારણ કે દરેક વસ્તુનું રક્ષણ નાગ કરે છે. વર્ષોથી પાણીમાં પડેલા આ ખજાનાને કોઈ સ્પર્શ પણ કરી શકતું નથી જે કરે છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. મંડી જિલ્લામાં કમરાહ નામનું સ્થળ આવેલું છે જે જંગલ અને પર્વતોથી ઘેરાયેલું છે. આ જગ્યાનું નામ કમરુનાગ છે. પુરાતત્વ વિભાગનું કહેવું છે કે આ તળાવમાં જે ધન જોવા મળે છે તે મહાભારત સમયનું છે. આ તળાવના કિનારે કમરુનાગ દેવતાનું મંદિર છે. આ ખજાનાની રક્ષા નાગ દેવતા કરે છે. આ મંદિરમાં દર વર્ષે જુલાઈમાં મેળાનું આયોજન કરવામાં આવે છે અને તે દરમિયાન અહીં વિધિ વિધાનથી નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે.

કમરુનામ તળાવની રક્ષા નાગ કરે છે સ્થાનિક લોકો આ નાગ દેવની માનતા પણ રાખે છે જે પુરી થતી હોવાનો દાવો પણ કરવામાં આવે છે. અહીં તળાવમાં સોના, ચાંદી અને રુપિયા ચઢાવવાની પ્રથા વર્ષોથી છે જેના કારણે આ તળાવમાં અરબો રુપિયા એકત્ર થઈ ચુક્યા છે. તળાવની અંદર પડેલું ધન સ્પષ્ટ રીતે જોઈ પણ શકાય છે. કહેવાય છે કે એક વખત એક વ્યક્તિએ આ ખજાનો લુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોરી કરવાનો પ્રયાસ કર્યો તેના કારણે તેને આંખએ દેખાતું બંધ થઈ ગયું. પૌરાણિક માન્યતા એવી પણ છે કે અહીં પડેલો ખજાનો પાંડવોની સંપત્તિ છે અને તેમણે નાગ દેવતાને તે સમર્પિત કરી છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *