મળી આવ્યું ૨૨ ફૂટ નું નાળું જ્યાંથી કૂદયો હતો મહારાણા પ્રતાપ નો ચેતક, જુઓ વીડિયો

મળી આવ્યું ૨૨ ફૂટ નું નાળું જ્યાંથી કૂદયો હતો મહારાણા પ્રતાપ નો ચેતક, જુઓ વીડિયો

મહારાણા પ્રતાપ ની શોર્ય ગાથા ઓ તો અશખ્ય છે પરંતુ આજે આપણે વાત કરીશું એમના ઘોડા ચેતક વિષે જયારે મેવાડ ના રાજકુંવરો ની સામે ઘોડા લાવવા માં આવ્યા ત્યારે મહારાણા પ્રતાપને ચેતક પહેલી નજરમાં જ ગમી ગયો હતો. મહારાણા પ્રતાપની બધી જ શૌર્યગાથાઓમાં ચેતકનું પોતાનું સ્થાન છે. ચેતકની સ્ફૂર્તિ ના કારણે મહારાણા પ્રતાપે ઘણા યુદ્ધો ખુબ જ સરળતાથી જીતી લીધા હતા.

યુદ્ધમાં કંઈક એવું બન્યું કે યુદ્ધના મેદાનમાં માનસિંહના હાથીની શુંઢ પર લાગેલી તલવારથી ચેતકનો એક પગ કપાઈ ગયો, પરંતુ તેમ છતાં ચેતક મહારાણા સાથે યુદ્ધમાં દોડતો રહ્યો. બાદમાં જ્યારે મહારાણા યુદ્ધનીતિ મુજબ યુદ્ધમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે કેટલાક મુઘલ સૈનિકો તેમની પાછળ આવ્યા. ચેતક મહારાણા પ્રતાપ સાથે દોડતો આ નાળા પાસે આવ્યો અને એક જ છલાંગમાં 20-22 ફૂટ મોટું નાળું પાર કર્યું. નાળું પાર કર્યા બાદ તે થોડે દૂર આમલીના ઝાડ પાસે પોહચી અને નીચે પડીને પોતાનો જીવ આપી દીધો.

જુઓ વીડિયો :

આ વીર ચેતકની યાદમાં સમાધિ બનાવવા માં આવેલી છે જે હલ્દીઘાટીના યુદ્ધ મેદાનથી થોડા કિલોમીટર દૂર બલિચા નામની જગ્યાએ આવી છે, જે ચેતક મેમોરિયલ અથવા ચેતક ચબૂતર તરીકે ઓળખાય છે. આ સમાધિનું નિર્માણ મહારાણા પ્રતાપે પોતાની દેખરેખ હેઠળ કરાવ્યું હતું. આ સમાધિ મહાદેવના મંદિરની બાજુમાં બનાવવામાં આવી છે. અહીં નજીકમાં જ એ નાળું છે જેને ચેતકે મહારાણા પ્રતાપ સાથે કૂદકો મારીને પાર કર્યું હતું. આ નાળા ની પહોળાઈ લગભગ 20-22 ફૂટ છે.

મહારાણા પ્રતાપને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ચેતક ઈતિહાસમાં એવી રીતે અમર થઈ ગયો કે આજે જ્યારે પણ મહારાણા પ્રતાપનું નામ આવે છે ત્યારે તેની સાથે ચેતકનું નામ ચોક્કસ આવે છે. મહારાણા પ્રતાપની મોટાભાગની મૂર્તિઓ માં તે ચેતક પર જ બિરાજમાન છે, ચેતક વિના તેમની મૂર્તિ ઓ ઓછી જગ્યાએ જોવા મળે છે.

ક્યારેક તમે હલ્દીઘાટી જાવ તો ત્યાં નજીકમાં ટેકરીની ટોચ પર મહારાણા પ્રતાપ નું સ્મારક છે. અહીં ચેતક પર બિરાજમાન મહારાણા પ્રતાપની પ્રતિમા છે. આ જગ્યાએથી ચારેબાજુ સુંદર નજારો જોવા મળે છે. ચારે બાજુ જંગલ દેખાય છે. જો તમે હલ્દીઘાટી જઈ રહ્યા હોવ તો તમારે ચેતકના આ સ્મારકની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *