ગુજરાત નું એવું મંદિર કે મોર આવે પછી જ થાય છે આરતી

ગુજરાત નું એવું મંદિર કે મોર આવે પછી જ થાય છે આરતી

માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મુળી નગરમાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે.[૧] મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચાળની ધરા પર મૂળી ગામની વચ્ચોવચ એક મંદિર આવેલ છે, એમાં જોનારને કશું અજીબોગરીબ પ્રથમ નજરે તો ન જ જણાય પણ જો તમારે એક આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે. તે અન્ય દેવાલયની જેમ જ દેખાય છે.

માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ છે. મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે પાંચાળના રતન સમા આ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે.અને આરતી ક્યારે થાય છે ખબર ?જ્યારે એક મોર આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે ટહુકા કરે ત્યારે !!

આજ-કાલની આ વાત નથી.આ વાત ને સદીઓ થઇ ગઇ મોર સાંજે તેના નિશ્વિત સમયે ક્યાંથી આવે છે અને ક્યાં જતો રહે છે ? કોઇ નથી જાણતું ! આવીને મંદિરના ઘુમ્મટની એક નિશ્વિત જગ્યાં પર બેસે છે.અને નિશ્વિત સમયે જ બે ટહુકા કરે છે અને મોરના ટહુક્યા બાદ ભગવાન માંડવરાયની આરતી શરુ થાય છે.

વળી,આટલાં દાયકાઓથી મોર એનો એ જ છે ! અન્ય બદલાયો નથી.એ જ મોર,એ જ સમયે આરતી ‘કરાવે’ છે. આની પાછળ શું કારણ હોઇ શકે ? વિજ્ઞાન કદાચ તથ્ય શોધવાનો પ્રયાસ કરે તો શું શોધી શકે ? એને આ ઘટના પાછળ કોઇ કારણ જ કેમ મળે ? અસંભવમ્ ! આખરે દુનિયામાં એવી વસ્તુ,એવી ઘટના કે એવા સ્થળનું પણ અસ્તિત્વ છે કે જે વિજ્ઞાનની સમજ ની બહાર છે

જીઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BM ROJASRA નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મોર એ બધા ને વિચાર માં મૂકી દીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *