ગુજરાત નું ગણપતિ નું મંદિર જ્યાંથી કોઈ ખાલી હાથ પાછું નથી આવતું, જુઓ બાપા નો ચમત્કાર
ગણેશોત્સવ દરમિયાન જુદા જુદા ગણપતિ મંદિરમાં દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું ગણેશ મંદિર ખાસ છે. આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી લાવવામાં આવેલી જ્યોત અહીં સ્થાપિત કરવામાં આવી છે. એટલા માટે આ મંદિરનું નામ પણ સિદ્ધિવિનાયક રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર તેની અદભૂત સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 600,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૃતિ તરીકે બનાવવામાં આવી છે.
અમદાવાદ નજીક મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે ગણેશજીનું શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.
સાધુ સંતોનું માનવું છે કે જ્યાં સફેદ કેવડાનાં છોડ હોય છે, ત્યાં ગણેશજીનો વાસ હોય છે. એટલા માટે મંદિરની સ્થાપના પ્રકૃતિમય સ્થાન પર કરવામાં આવેલ છે. મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ એવું મહેસુસ થાય છે કે જાણે તમે પર્વતની ગુફામાં પહોંચી ગયા હોય. મંદિરમાં દરરોજ પુજારીઓ દ્વારા આરતી કરવામાં આવે છે. શ્રી ગણેશજીને લાડવાનો ભોગ ચઢાવવામાં આવે છે. પ્રસાદનો થાળ મંદિરનાં સેવકો દ્વારા સાફ સફાઈ નું ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવે છે.
મંદિરમાં ગણેશજી નાં વાહન ઉંદર ની પણ આકર્ષક પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે. ભક્તોની માન્યતા છે કે ઉંદર રાજાનાં કાન માં પોતાની ઈચ્છાઓ માંગવાથી પુરી થાય છે. આવનાર દરેક ભક્ત પોતાની ઇચ્છા પ્રગટ કરે છે. ભગવાન સિદ્ધી વિનાયકના દર્શન બાદ દેવી-દેવતાઓની સ્થાપિત મુર્તિઓનાં દર્શન થાય છે. દર્શનાર્થીઓ માટે ફુડકોર્ટ તથા બાળકોનાં મનોરંજન માટે પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે.
જુઓ વિડિઓ :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]