ગુજરાત નું મહાદેવ મંદિર, જ્યાં સુતેલું છે શિવલિંગ, વીડિયો માં કરો મહાદેવ ના દર્શન

ગુજરાત નું મહાદેવ મંદિર, જ્યાં સુતેલું છે શિવલિંગ, વીડિયો માં કરો મહાદેવ ના દર્શન

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાંમાં વાંકી નદીના કિનારે અબ્રામા ગામ આવેલું છે. અહીં પ્રાચીન અલૌકિક તડકેશ્વર મહાદેવ વિરાજમાન છે. ભોળાનાથના આ મંદિર ઉપર શિખરનું નિર્માણ શક્ય નથી, એટલે સૂર્યના કિરણો સીધા જ શિવલિંગનો અભિષેક કરે છે.

1994 માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો-

1994માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું. શિવ ભક્ત-ઉપાસક દરેક સમયે અહીં દર્શન કરીને ધર્મલાભ મેળવવા આવતા રહે છે. પાવન શ્રાવણ મહિનામાં અને મહાશિવ રાત્રિએ અહીં વિશાળ મેળો લાગે છે.

સપનામાં શિવજીએ જણાવ્યું હતું-

800 વર્ષ જૂના આ અલૌકિક મંદિર અંગે ઉલ્લેખ મળે છે કે એક ગોવાળિયાએ જાણ્યું કે તેની ગાય દરરોજ ટોળાથી અલગ થઈને ગાઢ જંગલમાં જઈને એક જગ્યાએ ઊભી રહીને આપમેળે પોતાના દૂધની ધારા પ્રવાહિત કરે છે. ગોવાળિયાએ અબ્રામા ગામ પાછા ફરીને ગામના લોકોને તેની સફેદ ગાય દ્વારા ગાઢ વનમં એક પાવન સ્થળે જાતે જ દુગ્ધાભિષેકની વાત જણાવી. શિવ ભક્ત ગામના લોકોએ ત્યાં જઈને જોયું તો પવિત્ર સ્થળન ગર્ભમાં એક પાવન શિલા વિરાજમાન હતી.

પછી શિવ ભક્ત ગોવાળિયાએ દરરોજ તે જંગલમાં જઈને શિલા અભિષેક-પૂજન શરૂ કરી દીધું. ગોવાળિયાની અતૂટ શ્રદ્ધા જોઈ શિવજી પ્રસન્ન થયાં. શિવજીએ ગોવાળિયાને સપનામાં દર્શન આપ્યાં અને આદેશ કર્યો કે ઘનધોર વનમાં આવીને તમારી સેવાથી હું પ્રસન્ન છું. હવે મને અહીંથી દૂર કોઈ પાવન જગ્યાએ લઈ જઈને સ્થાપિત કરો. ગોવાળિયાએ ગામના લોકોને સપનામાં મળેલાં આદેશની વાત જણાવી.

આ મંદિરનું શિખર ક્યારેય બની શક્યું નહીં-

ગોવાળિયાની વાત સાંભળીને બધા શિવ ભક્ત વનમાં આવ્યાં. પાવન સ્થળે ગોવાળિયાની દેખરેખમાં ખોદકામ કર્યું તો આ શિલા સાત ફૂટના શિવલિંગ સ્વરૂપમાં મળી. પછી ગામના લોકોએ પાવન શિલાને વર્તમાન તડકેશ્વર મંદિરમાં વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરી. સાથે જ ચારેય બાજુ દિવાલ બનાવીને ઉપર છત્ર રાખ્યું. ગામના લોકોએ જોયું કે થોડા જ સમયમાં તે છત્ર જાતે જ સ્વાહા થઈ ગયું.

આવું સતત થતું ગયું, ગામના લોકો સતત કોશિશ કરી રહ્યા હતાં. ગોવાળિયાને ભગવાને ફરી સપનામાં આવીને જણાવ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું. મારી ઉપર કોઈ છત્ર બનાવશો નહીં. પછી ગામના લોકોએ શિવના આદેશને માની લીધો. શિવલિંગનું મંદિર બનાવ્યું પરંતુ શિખરનો ભાગ ખુલ્લો રાખ્યો જેથી સૂર્યના કિરણો હંમેશાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Gujarati RockStar” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મંદિરે એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *