જાણો વિશ્વ નું ચમત્કારિક મરડેશ્વર મહાદેવ મંદિર નો રહસ્યમય ઇતિહાસ…
પંચમહાલ જિલ્લો એટલે ગીરી કંદરાઓ અને આદિવાસી જનજીવનથી ધબકતો પ્રદેશ. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે પાંડવોના સમયગાળાનું શ્રી મરડેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર. આ મંદિરના અસ્તિત્વ વિશે એક દંતકથા મુજબ પાંડવો તેમના વનવાસના સમયગાળા દરમ્યાન જંગલોમાં છુપાતા વિચરતા હતાં.
તેમના આ અજ્ઞાત વાસનો એક તબક્કો પાંડવો એ પંચમહાલના હિડંબાવન તરીકે ઓળખાતા જંગલમાં ગાળ્યો હતો તેના કેટલાક પુરાવા પુરાતત્વ વિભાગને પ્રાપ્ત થયા છે. એક લોક વાયકા અનુસાર અજ્ઞાત દરમ્યાન ભીમ જંગલમાં વિચરતા હતાં ત્યારે હિડંબા ભીમથી મોહિત થઈ ગઈ હતી. આ હિડંબાએ ભીમ સાથે ઘડીયા લગ્ન કર્યા હતાં. તેના પુરાવા રૂપે શહેરાથી 45 કિ.મી.ના અંતરે કળેશ્રીની નાળ ખાતે ભીમની ચોરી આજે પણ મોજૂદ છે.
આવી પૌરાણિક પાશ્વાદભૂ ધરાવતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું દિવ્ય શિવલીંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શિવલીંગની સ્થાપના કરવામાં આવી નથી સ્વયં પ્રગટ થયા છે. અને શિવલીંગની વિશિષ્ટા એવી છે કે શિવલીંગ મયડિરયાનામના વાંકા ચૂકા પત્થરોનું બનેલું છે અને તેની ઉચાંઈ અંદાજે ૬ ફુટની છે અને વિદ્વાનોના મતે તે દર શિવરાત્રી એ ચોખાના દાણા જેટલું વૃદ્ધિ પામે છે, આ શિવલીંગની ફરતે અઢી ફૂટની ઊચાઈ વાળો કઠેડો બનાવ્યો છે તેના ઉપર ચઢવાથી જળાભિષેક કરી શકાય છે.
સ્વયંભૂ મરડેશ્વર મહાદેવની રચના વિશિષ્ટ કહી શકાય તેવી અને અભ્યાસ માગી લે તેવી છે. શિવલીંગ ફરતે ચાર વલયો(ગોળાકાર) છે. જે નરી આંખે જોઈ શકાય છે. વિદ્વાનોનું કહેવું છે કે આ ચાર વલયો દરેક યુગની ઝાંખી કરાવે છે. શિવલીંગના મૂળથી શરૂ થયેલા વલયને સતયુગનો સમયગાળો દર્શાવ્યો છે. જ્યારે ત્યાર પછીના બીજા ભાગને દ્વાપર યુગ ત્યાર બાદ ત્રીજા વલયને ત્રેતાયુગનો સમયગાળો કહ્યો છે. અને હાલના શિવલીંગના અગ્ર ભાગને કલિયુગને સમય ગાળો હોવાનું વિદ્વાનો નું મંતવ્ય છે.
આ પ્રભાવ શાળી મરડેશ્વર મહાદેવના લિંગ(બાણ) ઉપર છેક જમણી બાજુ દોઢથી બે ઈંચ ઊડાઈ વાળો નાનકડો ખાડો છે. આ ખાડામાં ગુપ્ત ગંગા હોવાનું મનાય છે. આ ખાડાનું પાણી આંગળીથી ઊલેચી નાખતા થોડી વારમાં ખાડો પાછો પાણીથી ભરાઈ જાય છે. તદ ઉપરાંત સામાન્ય રીતે દેશભરના તમામ શિવાલયોમાં ગર્ભગૃહમાં શિવલીંગની પાછળ માતા પાર્વતી બિરાજેલા હોય છે અંહિ ગર્ભગૃહની બહાર ડાબી બાજુ માતા પાર્વતી બિરાજેલા છે.
આ દિવ્ય અને અલૌકિક મરડેશ્વર મહાદેવનો વહિવટ શહેરાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા લુણાવાડા ખાતે આવેલા સંન્યાસીના મઠ(અખાડા) દ્વારા ખૂબજ સુંદર રીતે ચાલે છે. આવું મંદિર વિશ્વમાં ક્યાંય જોવા મળતું નથી. મરડેશ્વર મહાદેવ મંદિર ગોધરાથી લુણાવાડા જતા શહેરા ખાતે માર્ગને અડિને આવેલું છે. આ ચમત્કારીક મરડેશ્વર મહાદેવના એકવાર દર્શન કરવા જેવા છે.
જુઓ વિડિઓ :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]