સિધ્ધનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ, મહાદેવ નો ખુબ જ મહિમા છે…

સિધ્ધનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ, મહાદેવ નો ખુબ જ મહિમા છે…

સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું છે. સુરતના આસપાસ ના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આ મંદિર પ્રસિદ્ધ છે. સિદ્ધનાથ મહાદેવ પર લોકોને ખૂબ જ શ્રદ્ધા છે. ગુજરાત બહારથી પણ ઘણા લોકો આ મંદિરની મુલાકાતે આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ખૂબ જ ભીડ રહે છે. સુરતના આસપાસના વિસ્તારમાંથી ઘણા લોકો પગપાળા આ મંદિરે આવે છે. અહીં મેળો પણ ભરાય છે જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો ચાલો જાણીએ વિગતવાર સિધ્ધનાથ મહાદેવ મંદિર વિશે અને તેના ઇતિહાસ વિશે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ,

પ્રાચીન સમયમાં એક વખત સિધ્ધનાથ મહાદેવ મંદિર જોઈને લૂંટારાઓ આવ્યા. લૂંટારાઓને એમ થયું કે રાજાએ બંધાવેલ મંદિરના શિવલીંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લૂંટારાઓએ ગડોશણું અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકીને અનેક ઘા કર્યા. જેથી ભગવાન ક્રોધિત થયા અને શિવલિંગના ઘાના છિદ્રોમાંચી અસંખ્ય ભીંગારા, ભમરાઓ રૂપે પ્રગટ થઈ તે લૂંટારાઓને રીસ કરી કરડયા. લૂંટારાઓ ત્યાંથી ભાગ્યા. ક્રોધથી આંખમાં કરડવાથી તેઓ આંધળા થઈ ગયા. ત્યારે તેમણે માફી માંગી વિનંતી કરી જેથી ભમરા સમી ગયા. આમ શિવલિંગ ખંડિત થઈ ગયું. શિવજીએ આ લિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા આ શિવલિંગ માંથી ગુપ્ત ગંગા પ્રગટ કરી જેનો પ્રવાહ આજે પણ ચાલુ છે. ચારેબાજુ ખારી જમીન છે. પણ શિવલિંગ માનું ગંગાજળ નારિયેળના પાણી જેવું મીઠું લાગે છે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર મેળો,

શિવલિંગ પરના ઘાના નિશાન અને પગનો પંજો આજે પણ નજરે જોવા મળે છે. (ફોટો-ર૦) વિક્રમ સંવત ૧૯૧૩ માં જેઠ વદ ત્રીજ ને શુક્રવારના દિવસે પદ્મકુંડની સ્થાપના ઓલપાડ માં કરવામાં આવી. વર્ષો પૂર્વે શ્રી અવધૂત મહારાજ પણ અહીં લાંબા સમય સુધી રોકાયા હતા અને સિધ્ધનાથ સ્ત્રોતની રચના કરી હતી. માગશર સુદ અગિયારસના દિવસે અહીં બે દિવસનો મોટો મેળો ભરાય છે. સવારે શિવલિંગના દર્શન થાય છે.

રાત્રે મહાપૂજા કરી પાઘડીના દર્શન થાય છે. (ફોટો-૨૧) બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન થાય છે. (ફોટો-૨૨) હજારો લોકો દર્શન કરવા આવે છે. આ દિવસે આખો દિવસ ભજન-કિર્તન થાય છે.આ દિવસે શ્રી રૌલ પર્વત ઉપર સો વર્ષ તપ કરવાથી જે પૂણ્ય મળે છે, તેટલું જ પૂઢ માગશર સુદ અગિયારસને દિવસે શ્રી સિધ્ધનાથ મહાદેવના દર્શન કરવાથી મળે છે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર મા મહાશિવરાત્રિ,

મહાવદી તેરસના મહાશિવરાત્રિ ના દિવસે ભાવિક ભક્તો ફૂલ, બિલ્લીપત્ર, જપ વગેરે ચઢાવે છે. રાત્રિના સમયે આરતી, મંત્ર, પુષ્પાંજલિ અને મહાપૂજા થાય છે. બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન શિવભક્તો બીજા દિવસે કરી શકે છે. શ્રાવણ માસ માં હજારો ભક્તો સોમવારે ચાલતાં દર્શન કરવા આવે અને કાવડિયાઓ તાપી નદીમાં જળ ભરી કેટલા માઈલો સુધી ચાલી જળ અભિષેક કરે છે. શ્રી સિધ્ધનાથ મહાદેવના લિંગ અંગે આજ પુરાણના ૦૧ માં અધ્યાયનાં બ્લોક ૧૪ માં એવો ઉલ્લેખ છે કે, સિધ્ધનાથ મહાદેવના લિંગથી ઉત્તમ કોઈ લિંગ નથી અને મકરના સૂર્યમાં દર્શન કરવાથી મનુષ્યોનો પુનઃ જન્મ થતો નથી.

સિધ્ધનાથ મહાદેવ નું પૌરાણિક મહાત્મ્ય,

પૂર્વેના વડવાઓ પાસેથી જાણવા મળે છે. મહાદેવભાઈ જીવણજી દેસાઈના બાપુજી દિહેણ ગામના વતની હતા. તેઓ સરસ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેઓ પણ પહેલા નિઃસંતાન હોવાથી સિધ્ધનાથદાદા થકી પુત્ર પ્રાપ્ત થવાથી મહાદેવ રાખેલ હતું. જેઓ આગળ જતાં ગાંધીજી પણ મહાદેવભાઈ ની સલાહ લેતા. કંઈપણ કામ હોય તો ગાંધીજી મહાદેવજી તરફ આંગળી કરીને કહેતા, “મહાદેવભાઈની સલાહ લેવી”. ગયાજીમાં હજારો વાર પિંડ દાન કરવાથી પિતૃઓની જે ગતિ થાય છે એ ફળ અહીં માર્ગશીર્ષ સુદી એકાદશીના દિવસે એક પિંડદાન કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે. દક્ષિણ ગુજરાતનું અતિ પ્રાચીન શિવ મંદિર જે સોમનાથ મંદિર ની તુલના સમાન છે.

જેનો જીર્ણોદ્ધાર તારીખ ૦૧/૦૮/૧૯૯૮ થી શરૂ થઈ ર૦ મહિનામાં પૂર્ણ થયું હતું. એક સમયે મંદિર પર જોરદાર વીજળી પડી જેનો ઘા મંદિરની શિખર ઝીલી લે છે.જે પડેલી તિરાડ આજે પણ મંદિરના અંદરના ભાગે દેખાય છે.

સિધ્ધનાથ મહાદેવ ની કથા,

ઉરપતનની (ઓલપાડ તાલુકાની) પાસે એક સરસ નામે સોહામણું ગામ સેના નદીના કિનારે આવેલ છે. સરસનો અર્થ સરોવર થાય છે. સરસ ગામની નજીક જ શ્રી સિધ્ધનાથ મહાદેવનું એક ચમત્કારીક અદભૂત ઐતિહાસિક મંદિર છે. (ફોટો-૧) જેને સંભાળતા મનને સુખ, શાંતિ અને આનંદ થાય છે.આ સ્કંદ પુરાણમાં તાપીમહાત્મચે” સિદ્ધેશ્વર, પ્રભાવ નામનું એકોતેરમો અધ્યાય છે તેમાં આધ્ય દેવશ્રી સિધ્ધનાથ ભગવાનનું મહાત્મ વર્ણવેલું છે.આ સિધ્ધનાથ મહાદેવના સ્વયંભુ લિંગના બાબતે આ ૪૧ માં અધ્યાયનો શ્લોક ૧૮ માં એવો ઉલ્લેખ છે કે, શ્રી ગોકર્ણ ઋષિના તપોબળથી તેમજ ધ્યાનથી મનુષ્યને સંસારમાંથી મુક્તિ અપાવનાર સિદ્ધેશ્વર મહાદેવ પ્રગટ થાય છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *