પાવાગઢ નામ કેવી રીતે પડયું ? જાણો માતાજીનું કયું અંગ અહી પડયું હતું ?
પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. જ્યાંથી આશરે ૪થી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી ગામ આવેલું છે. પાવાગઢ ભારત દેશના પશ્ચિમના ભાગમાં આવેલું ગુજરાત રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ તાલુકા નજીક આવેલો એક પર્વત છે. તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્ત્વનું તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં વધુ લોકો દર્શનાર્થે આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ પાવાગઢનો સમાવેશ શક્તિપીઠોમાં થાય છે. તેથી આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે.
વર્ષો પહેલા પાવાગઢ- ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ ગયા.
તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું, માતાજીએ ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહ પોતાની જીદ છોડી નહીં, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારુ સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. આ પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું.
શક્તિપીઠોમાંથી એક
પાવાગઢમાં આવેલું કાળીમાતાનું આ મંદિર શક્તિપીઠોમાંથી એક છે. શાસ્ત્રો મુજબ, સતી માતાના પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞાનું આયોજન કર્યું હતું અને તેમાં શિવજીનું અપમાન કર્યું હતું, પતિનું અપમાન માતા સતીથી સહન ન થયું તેથી સતી માતાએ અગ્નિ સ્નાન કર્યું હતું. સતીના મૃત્યુથી વ્યથિત થયેલા શિવજી તેમના મૃતદેહને લઇને તાંડવ કરતાં કરતાં બ્રહ્માંડનું ભ્રમણ કરતા હતા.. તે સમયે માતા સતીના જે સ્થળે અંગ પડયા તે સ્થળોએ માતાજીના શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. માનવામાં આવે છે પાવાગઢમાં સ્તન પડયા હતા.
મંદિરનું વિશેષ મહત્ત્વ
જગતજનની માતાજીનો પગનો અંગૂઠો દક્ષિણ દિશામાં પડયો હતો, પાવાગઢને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. અહીં એક ખાસ વાત છે કે દક્ષિણ મુખી કાળકા માતાની મૂર્તિ છે. જેથી તેની દક્ષિણ રીતિ એટલે કે યાંત્રિક પૂજા કરવામાં આવે છે. આ પહાડીને ગુરુ વિશ્વામિત્ર સાથે પણ જોડવામાં આવે છે. માનવામાં આવે છે કે ગુરુ વિશ્વામિત્રએ આ કાળી માતાની તપસ્યા કરી હતી. લોક માન્યતા મુજબ તો માનવામાં આવે છે, કે કાળીમાતાની મૂર્તિની સ્થાપના વિશ્વામિત્રએ જ કરી છે. પાવાગઢ પાસે આવેલી નદીનું નામ તેઓના નામ પર જ ‘વિશ્વામિત્રી નદી’ રાખવામાં આવ્યું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]