ખોડિયાર મંદિર – રાજપરાનો ઇતિહાસ અને જાણો માતાજી કેવી રીતે ત્યાં પ્રગટ્યા
કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. ગુજરાત માં એવું કોઈ ગામ કે શહેર નાઈ હોય જ્યાં માતાજી કે ભગવાન નું મંદિર ના હોય . દરેક લોકો પોતાના કુળદેવી માતાજી ને માનતા હોય છે. એવું કહેવાય છે કે, મા ખોડલ નું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે. અને માતાજી બધાને મનોકામના પૂરી કરે છે. આજે અમે તમને માતાજી કેવી રીતે રાજપરામાં બિરાજમાન થયા તેના વિશે માહિતી આપવાના છીએ.
ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાના ગામમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે, હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ ખોડિયાર માતા ચાલતા હતાં.
આમ મહારાજની ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજએ પાછું વળીને જોયું. તો આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. અને આ સ્થળ માતાજીનું સ્થાનક થઈ ગયુ, આ સ્થળ આજે સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે જાણીતું છે.
આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. આથી મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરની ચારે બાજુ કુદરતી સૌંદર્યની સાથે પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલું ધાર્મિક સ્થળ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]