રણુજા ના રાજા રામદેવપીર નો મહિમા અને અદ્ભૂત ઇતિહાસ જાણી ને તમને પણ વિશ્વાસ નહિ આવે…

રણુજા ના રાજા રામદેવપીર નો મહિમા અને અદ્ભૂત ઇતિહાસ જાણી ને તમને પણ વિશ્વાસ નહિ આવે…

મિત્રો આજના લેખમાં અમે તમને રણુજા ના રાજા એવા રામાપીર નો મહિમા અને ઇતિહાસ વિશે જણાવીશું. જો તમે કોઈ પણ દર્દ થી પીડાતા હોય, જેમકે કોઈ રોગ થી પીડાતા હોય, કોઈ પારિવારિક સમસ્યા હોય, કોઈ આર્થિક બાબતે પરેશાન હોય કે સંતાન સુખ ના હોય તો એકવાર આ રણુજા ના રાજા રામાપીર ના ઇતિહાસ વિશે જાણી લો અને એકવાર ચૂપચાપ ચાલ્યા જાવો રામાપીર ના દ્વારે દૂર થશે તમારી તમામ મુશ્કેલીઓ.

રણુજા ના રાજાના દરબારે કોઈ જાતના ભેદભાવ જોવામાં આવતા નથી. અહીંયા હિન્દુ હોય કે મુસ્લિમ આજે પણ મંદિર આવે છે અને પૂજા અર્ચના કરે છે. લોકો દૂર દૂર 1000-1000 કિમિ થી ચાલતા દર્શને આવતા હોય છે અને પોતની મનોકામનાઓ પુર્ણ કરતા હોય છે. પાકિસ્તાન થી પણ મુસ્લિમ સમુદાય ના લોકો દર્શને આવે છે. તો ચાલો જાણીએ શા માટે દરેક ધર્મ ના લોકો રણુજા ના રાજા રામદેવપીર ના દર્શન આવે છે.

રામદેવજી નું ગામ ધૂણીજા હતું. અને તેમના પરચા દૂર-દૂર ગામડા સુધી ફેલાયેલા હતા. આ પરચા ની વાતો અમુક લોકોને પસંદ ન હતી. આ વાત ઈસ્લામ ધર્મ ના અમુક મૌલવીઓ ને પસંદ ન આવી અને તે મૌલવીઓ રામદેવજી ને નીચું દેખાડવા ગણા પ્રયત્ન કર્યા પણ તમામ પ્રયત્ન અસફળ રહ્યા ત્યારે મક્કા ના મૌલવી ને આ વાત જાણવામાં આવી કે ભારત માં એવા પીરનો જન્મ થયો છે કે

દુઃખીયા ના દુઃખ દૂર કરે છે, જેમને સંતાન ના થતા હોય એવા દંપતીને સંતાન સુખ આપે છે, જે લોકો આર્થિક રીતે થકી ગયા હોય તેવા લોકોના પણ દુઃખ દૂર કરે છે, અપંગ ના અંગ ઠીક કરી દે છે. તો મક્કાના મૌલવીઓ એ પણ રામદેવજી ની પરીક્ષા કરવા 5 પીર મોકલો અને તે પીરો પણ રામદેવજી ના ચમત્કારી પરચા જોઈને ચકિત થઈ ગયા અને મક્કાના પીર રામદેવપીરજી ને જોવા મક્કા થી ધૂણીજા ના રાતે ચાલવા લાગ્યા.

અને રસ્તા માં જ તે 5 પીરની મુલાકાત રામદેવજી સાથે થઈ અને પૂછ્યું કે ભાઈ ધૂણીજા ગામ ક્યાં છે. એટલે રામદેવજી ને કીધું કે સામે જે ગામ દેખાય તે જ ગામ ધૂણીજા છે. પણ રામદેવ જી ને પૂછ્યું કે ધૂણીજા આવાનું સુ કારણ ભાઈ ! તો એક પીરે કહ્યું કે અમારે રામદેવજી ને મળવું છે. અને અમારે તેમની પીરાઈ જોવો છે. ત્યારે રામદેવજી એ કહ્યું કે હે પીરજી હુંજ રામદેવજી છું અને કહ્યું કે હે પીરજી હું તમારી સુ સેવા કરી શકું ? અને રામદેવજી ની વાત સાંભળી પાંચે પીર તેમની ઉપર હસવા લાગ્યા અને કહ્યું કે સામાન્ય દેખાવવા વાળા વ્યક્તિ વીર ના હોઈ શકે. પછી રામદેવપીર ને તે પાંચે પીરને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું અને તે પાંચે પીર માટે રામદેવજી ના ઘરે જમવા માટે આમંત્રિત કર્યા

અને જમવા બેસાડ્યા, એટલામાં એક પીરજી બોલ્યા કે અમે અમારા જમવાના કટોરા તો મક્કા માં જ ભૂલી ગયા છીએ અને અમે અમારા કટોરા માં જ જમીયે છીએ. એટલે તેમણે રામદેવજી ને કહ્યું કે જો તમે મક્કા થી અમારા કટોરા લઈ આવો તો અમે જમીયે. ત્યારે રામપીર ને પણ કીધું મેં અમે મહેમાન ને પણ ભોજન કર્યા વિના જાવા નથી દેતા, જો તમે તમારા જ કટોરા માં જમવા ઈચ્છો છો તો એવુંજ થશે. એટલું જ બોલતા જ તે પાંચે પીર ની આગળ તેમના કટોરા આવી ગયા,

તે કટોરા ને પાંચે પીર બારીકી થી જોવા લાગ્યા કે આ કટોરા આપણા જ છે કે નહીં. પછી જોયું કે આ તો આપણા જ કટોરા છે. પછી પાંચે પીર વિચારમાં પડી ગયા કે મક્કાતો કેટલું દૂર છે અને કટોરા અચાનક અહીં ક્યાં થી આવી ગયા. આ ચમત્કાર જોઈને પાંચે પીર ખુશ થઈ ગયા અને તેમને રામદેવજી ને કહ્યું કે તમે પીરો ના પીર છો. અને રામદેવજી થી રામદેવપીર થાય. તે દી થી આજ સુધી રામદેવપીર જી અનેક ચમત્કાર કર્યા છે અને દુઃખી લોકો ના દુઃખ દૂર કર્યા છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *