શું તમે ક્યારેય ઊંટને ડાન્સ કરતા જોયા છે? આ વીડિયોમાં જુઓ ઊંટનો અનોખો અંદાજ!…

શું તમે ક્યારેય ઊંટને ડાન્સ કરતા જોયા છે? આ વીડિયોમાં જુઓ ઊંટનો અનોખો અંદાજ!…

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે. પ્રાણીઓના વીડિયો લોકોને ખૂબ પસંદ પણ આવે છે, કારણ કે તે ખૂબ જ ફની હોય છે અને તેમની વિચિત્ર પ્રવૃત્તિઓ જોઈને ખૂબ હસવું આવે છે. એટલા માટે લોકો તેને માત્ર જોતા જ નથી, પરંતુ તેને સંબંધીઓ અને મિત્રો સાથે પણ શેર કરે છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જેમાં એક ઊંટ ઘોડાની જેમ પગ ઉંચા કરી કરીને નાચતો જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ વીડિયોમાં ખાટલાની ઉપર એક ખાટલો રાખ્યો છે, જેના પર ઊંટ અતરંગી રીતે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

રીલ્સના આ જમાનામાં લોકોની સાથે-સાથે હવે પ્રાણીઓ પણ ડાન્સ કરતા જોવા મળે છે. તમે અત્યાર સુધી લગ્ન સમારોહમાં ઘોડીને ડાન્સ કરતી જોઈ હશે, પરંતુ આ વીડિયોમાં ઊંટને ઘોડાની જેમ ડાન્સ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ગીત વાગતાની સાથે જ ઊંટ નાચવા લાગે છે. વીડિયોમાં એક ખાટલા ઉપર ખુશીથી ઊંટ નાચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોઈને ચોક્કસ તમે પણ તેને વારંવાર જોવાનું પસંદ કરશો.

 

View this post on Instagram

 

A post shared by ||_HORSE (@chandresh_sih_thakor)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. 6 દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘ઊંટનો ડાન્સ’. આ વીડિયોને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *