સુરત આવેલ ત્રણ પાન ના વડ નો ઈતિહાસ, જુઓ વિડિઓ

સુરત આવેલ ત્રણ પાન ના વડ નો ઈતિહાસ, જુઓ વિડિઓ

કર્ણ મહાભારત (મહાકાવ્ય)નો મહાન નાયક છે. વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત કર્ણ અને પાંડવોના જીવન પર કેન્દ્રિત છે. કર્ણ મહાભારતના શ્રેષ્ઠ તીરંદાજોમાંનો એક હતો. છ પાંડવોમાં કર્ણ સૌથી મોટો ભાઈ હતો. ભગવાન પરશુરામે પોતે કર્ણની શ્રેષ્ઠતા સ્વીકારી હતી. કર્ણની વાસ્તવિક માતા કુંતી હતી અને કર્ણ અને તેના છ ભાઈઓના પિતા મહારાજા પાંડુ હતા. કર્ણના વાસ્તવિક પિતા ભગવાન સૂર્ય હતા. પાંડુ અને કુંતીના લગ્ન પહેલા કર્ણનો જન્મ થયો હતો.

કર્ણ દુર્યોધનનો શ્રેષ્ઠ મિત્ર હતો અને મહાભારતના યુદ્ધમાં તેના ભાઈઓ સામે લડ્યો હતો. કર્ણને એક આદર્શ દાતા માનવામાં આવે છે કારણ કે કર્ણએ ક્યારેય કોઈ પણ લાભાર્થીને દાનમાં કંઈપણ આપવાનો ઇનકાર કર્યો ન હતો, પછી ભલે તેનો પોતાનો જીવ જોખમમાં હોય. મહાભારતમાં આને લગતી એક વાર્તા છે જ્યારે અર્જુનના પિતા ભગવાન ઈન્દ્રએ કર્ણ પાસે તેની કુંડળ અને દૈવી કવચ માંગ્યું અને કર્ણએ તે આપ્યું. તેઓ દાનવીર અને અંગરાજ કર્ણ તરીકે પણ ઓળખાય છે.

યુદ્ધ દરમિયાન જ્યારે કર્ણ અર્જુનના તીરથી ઘાયલ થયા હતા ત્યારે તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે તેમની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેની ઈચ્છા એવી હતી કે તે એક કુવારી માંનો દીકરો હોવાથી તેની અંતિમવિધિ પણ એક કુવારી જગ્યા પર કરવામાં આવે. ત્યારે આખી દુનિયામાં શ્રીક્રિષ્ણ અને પાંડવો ફર્યા માત્ર સુરતમાં તાપી કિનારે અશ્વિનીકુમાર પર સોઇ જેટલી કુંવારી ભુમિ તેમને મળી હતી.

તાપી કર્ણની બહેન હતી. અશ્વિની-કુમારે આ ભૂમિ ઉપર એ સમય દરમિયાન તપ કરેલું હતું. અને ત્યારે કર્ણની અંતિમ વિધિ આ સ્થળ પર કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે આ એક કર્ણની સમાધિ ધરાવતી જગ્યા છે? ત્યારે શ્રીક્રિષ્ણએ કહ્યું હતું કે અહીં ત્રણ પાનનો વડ થશે. જેના ત્રણ પાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે. આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી ક્રિષ્ણાની ઇચ્છાથી ઉગ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે આ વડમાં ચોથું પાન આવે છે ત્યારે એક પણ પાન ઓટોમેટીક ખરી જાય છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BG’s Creation નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ વડ ના અવશેષ એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *