સુરતનાં આ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર કેમ ચડાવવામાં આવે છે જીવતા કેકડા ? જાણો ઇતિહાસ

સુરતનાં આ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર કેમ ચડાવવામાં આવે છે જીવતા કેકડા ? જાણો ઇતિહાસ

ભારત પરંપરાઓનો દેશ છે. દેશના દરેક રાજ્ય, દરેક વિસ્તાર, દરેક ધર્મ અને દરેક જનજાતિમાં પોતાની અલગ પરંપરા અને અલગ રીતે રિવાજ નિભાવવામાં આવે છે. ઘણી વખત અમુક પરંપરા અને રીવાજો એવા હોય છે જેના વિશે સાંભળીને અથવા જાણીને આશ્ચર્ય થાય છે. લોકોની આસ્થા નો આવો જ એક અનોખો નમુનો સુરતમાં જોવા મળે છે. અહીંયા સ્મશાનનાં એક મંદિરમાં પ્રસાદનાં રૂપમાં જીવતા કેકડા ચઢાવવામાં આવે છે.

શહેરનાં ઉમરા વિસ્તારમાં સ્થિત રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવના મંદિરમાં શિવલિંગ પર ભક્તો જીવતા કેકડા ચડાવે છે. તેના માટે શિવ મંદિરમાં ભારે ભીડ ઉમટી પડે છે. જોકે અહીં વર્ષમાં એક દિવસ એકાદશીનાં દિવસે આવું જોવા મળે છે. આ દિવસે અહીંયા અનોખો મેળો ભરાય છે.

ષટતિલા એકાદશી ના દિવસે રૂંઘનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફુલનાં હાર ને બદલે જીવતા કેકડા ચઢાવવાની પરંપરા વર્ષો જુની છે. રૂંઘનાથ મહાદેવના નામથી આ મંદિરમાં આ દિવસે એવા લોકો દર્શન કરવા માટે આવે છે, જે શારીરિક રૂપથી કોઇને કોઇ બીમારીથી પીડિત છે. પરંતુ અહીંયાં મોટા ભાગના એવા લોકો આવે છે, જેમને કાન સાથે જોડાયેલી બીમારી હોય.

સુરતનાં રૂંઘનાથ શિવ મંદિરમાં કેકડા ચઢાવવાની પરંપરા વર્ષો જુની છે ફક્ત બિમાર લોકો નહીં પરંતુ સ્મશાનમાં આયોજિત થતા આ મેળામાં મૃતકોની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે તેમની મનપસંદ ચીજો ચઢાવવામાં આવે છે. જેમકે મરનાર વ્યક્તિ ને જો બીડી, સિગરેટ, શરાબ પીવાનો શોખ હોય અથવા તો અન્ય કોઈ ખાવા-પીવાની ચીજો વધારે પસંદ હોય તો તેઓ આજના દિવસે મૃતકના પરિવારજનો અહીંયા ચડાવે છે.

તે સિવાય સ્મશાનના મંદિરમાં પ્રસાદના રૂપમાં જીવતા કેકડા પણ ચઢાવવામાં આવે છે. મંદિરમાં આવનાર ભક્તોનાં હાથમાં પ્રસાદીની સામગ્રી સિવાય જીવતા કેકડા પણ હોય છે. સાથોસાથ આ મંદિરની નજીક સ્મશાન ઘાટ પર લોકો આત્માને શાંતિ માટે પુજાપાઠ કરે છે. લોકોનું માનવું છે કે આજના દિવસે મૃતકને મનપસંદ ચીજો ચઢાવવાથી તેમની આત્માને શાંતિ મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *