અદ્ભુત ! શું તમે ક્યારેય ઝાડને બાટલા ચડાવ્યા હોવાનું સાંભળ્યું છે….

અદ્ભુત ! શું તમે ક્યારેય ઝાડને બાટલા ચડાવ્યા હોવાનું સાંભળ્યું છે….

દક્ષિણ ભારતનાં તેલંગણામાં 700 વર્ષની ઉંમર ધરાવતા વડના એક વૃક્ષને બચાવવા માટે તેમને ખાસ પ્રકારની દવાના બોટલ ચડાવવામાં આવી રહ્યા છે.

આ બોટલ્સમાં એક વિશેશ જંતુનાશક છે, જે કીટકોને દૂર રાખવા માટે વપરાય છે. આ વૃક્ષ લગભગ ત્રણ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને એમ માનવામાં આવે છે કે, આ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ છે.આ વૃક્ષ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આથી અધિકારીઓ તેને ઉધઈથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

ઉધઈથી બચાવવાની કોશિશ :આથી અધિકારીઓ તેને ઉધઈથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તેના મૂળીયાંને પણ પાઇપો સાથે બાંધી દેવાયાં છે, જેથી ઉધઈનો ફેલાવો અટકાવી શકાય.

શું તમે આ વાંચ્યું : સરકારી અધિકારી પાંડુરંગા રાવે બીબીસીને જણાવ્યું, “અમે ડાળીઓની આજુબાજુ સિમેન્ટ પ્લેટ લગાવવા જેવી વ્યવસ્થા કરી છે, જેથી વૃક્ષને પડી જતું બચાવી શકાય.”

તેમણે વધુમાં જણાવ્યું કે, વૃક્ષને ખાતર પણ આપવામાં આવે છે.સ્થાનિક મીડિયાને એક અન્ય કર્મચારીએ કહ્યું, “અમે વિચાર્યું કે, વૃક્ષના રોગગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં મેળવેલી જંતુનાશક દવા જો ટીંપે-ટીંપે આપવામાં આવે તો તેમાં આ ડ્રીપ મદદ કરી શકે છે.”

ગયા ડિસેમ્બરમાં વહિવટીતંત્રના ધ્યાનમાં આવ્યું કે વડની ડાળીઓ તૂટી રહી હતી, જેને કારણે તેમણે આ વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા.વન વિભાગના અધિકારીઓએ સ્થાનિક મીડિયાને કહ્યું કે, વૃક્ષને ખૂબ જ ગંભીર પ્રમાણમાં ઉધઈ લાગી ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે, અહીં આવતા પ્રવાસીઓ વૃક્ષની ડાળીઓનો હિંચકા તરીકે ઉપયોગ કરતા હોવાથી ડાળીઓ ઝૂકી ગઈ હતી.ભારતમાં વડનું ઝાડ ઝડપથી વધવા અને પોતાનાં મજૂબત મૂળીયાં માટે જાણીતું છે. એ એટલી ઝડપથી વધે છે કે તેમની વડવાઈઓ ડાળીઓ પરથી નીચે પડે છે, જેથી વૃક્ષને વધારાનો ટેકો મળી જાય.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *