અંબાજી ગયા પછી અહીંયા ના ગયા તો યાત્રા અધૂરી માનવા માં આવે છે, જુઓ માં ના પરચા

અંબાજી ગયા પછી અહીંયા ના ગયા તો યાત્રા અધૂરી માનવા માં આવે છે, જુઓ માં ના પરચા

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે.

ગુજરાત તથા દેશના ખૂણેખૂણેથી લોકોમાં અંબામાં શ્રધ્ધા સાથે છેક માતાજીના મંદિર સુધી પગપાળા આવે છે. દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. શ્રી વિસાયંત્રની પૂજા ફક્ત આંખે પાટા બાંધીને જ કરી શકાય છે. હિંદુ માન્યતા અનુસાર અને તંત્ર ચુડામણિમાં દર્શાવવામાં આવેલી હકીકત પ્રમાણે ગબ્બર પર્વત ઉપર માતા સતીનાં મૃત શરીરનો હ્રદયનો હિસ્સો પડ્યો હતો.

મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ દ્વારા આજે માટે છેલ્લા સિત્તેર વર્ષથી નિયમિત પણે જમા થતાં રહેલા સોના થકી એક સિંહાસન બનાવવામાં આવ્યું હતું. જેને જગત જનની જગદંબા માટે અર્પિત કરાતા ગુરુ પુનમ નિમિત્તે આવેલા તમામ ભક્તજનોમાં ખુશી છવાઇ હતી. તેમજ માતાજીના ભંડારમાંથી નીકળેલ અને ખરીદેલ સોના-ચાંદીની પ્રતિમાઓ થકી હાલમાં મંદિરમાં સોનાના સિંહાસનથી શૃંગારમાં અભિવૃદ્ધિ થવા પામી છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Rocky Bhai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર ના પરચા એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *