શેભરના ગામ ના ગોગા મહારાજ નો ઈતિહાસ અને એના પરશા, જુઓ Video

શેભરના ગામ ના ગોગા મહારાજ નો ઈતિહાસ અને એના પરશા, જુઓ Video

ગુજરાત માં મંદિરો અને તેના પરશા અપરંપાર છે આવા જ એક મંદિર ની અપને વાત કરવા જય રહ્યા છીએ અમદાવાદથી વાયા ખેરાલું થઇ પાલનપુર જઇએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે. તે અમદાવાદથી 120 – 130 કિમી દૂર આવેલું છે. અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. શેભર ના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે.

આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા આ રીતે છે

ઘણા વષૉ અગાઉ આજનુ ઉજ્જડ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતુ હતુ તે નગરી ની જહોજલાલી હતી. આ નગરી માં કોઇ ચોરી બાબતે નિર્દોષ વાણીયો પકડાયો હતો તે વખત ના શેભર નગરી ના રાજાએ વાણીયા ને હદપારની સજા જાહેર કરેલ હતી. વાણીયો ખુબજ દુઃખી થયો અને તેને શોક કરતો જોઇ કોઇ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામ માં એક ભરવાડ ના ઘેર દીકરી ગોગા મહારાજ ની સેવા પૂજા કરે છે. ડુબતો માણસ તણખલું ઝાલે એ રીતે આશા ના તાંતણે બંધાયેલો વાણીયો ભરવાડ ની દીકરી પાસે જાય છે.

તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગા ની કૃપાથી ભરવાડ ની દીકરી એ આશીવૉદ આપ્યી કયુ જા તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતાં પહેલાં પકડાઇ જશે વાણીયો ઘણો ખુશ થયો તે શેભર નગરી માં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઇ ગયા છે અને વાણીયા ને ઇજ્જતભેર મુનીમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો. આથી વાણીયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફ ની શ્રધ્દ્રા માં વધારો થયો અને ફરીથી મારવાડ ના શેભર ગામે ગયો ભરવાડ ની દીકરી ને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજ ને મારી શેભર નગરી માં લઇ જવા છે.

એટલે ભરવાડ ની દીકરીએ ગોગા મહારાજ ને વાણીયા ની વિનંતી કહી. પણ ગોગા મહારાજે શેભર નગરી માં જવા માટે ના પાડી પરંતુ વાણીયો ખાલી પાછો જાય તેમ ન હતો તેણે મહારાજ ને ઘણી કગર વગર કરી અને સોના ની મુર્તિ બનાવવાનુ કહ્યું ગોગા મહારાજ વાણીયા ની અતિશય આગ્રહને વશ થઇ વાણીયા સાથે તેની નગરી માં આવવા સંમત થયા પરંતુ સોના ની મૂર્તિ બનાવવાની મંજુરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેભર નગરી નો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઇ ને લીધે નાશ થવાનો છે એટલે મારી ઇચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઇ આવવાનુ વચન આપું છુ.

ખુશ થતો વાણીયો ત્યાંથી ગોગા મહારાજ ની દીવાની જ્યોત શેભર લઇ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રધ્ધાપૂવૅક સેવા પૂજા કરવા લાગ્યો. શેભર ગોગા મહારાજ ના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપૂરના નવાબે ચડાઇ કરી અને શેભર નગરી નો રાજા હારી જતાં વિજયી રાજાના લશ્કરે શેભર નગરી નો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગઇ. ગોગ મહારાજ ની લક્ષ્મી નારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી.

આશરે ૫૦૦ વષૅ અગાઉ ચાણસોલ ગામ ના કેટલાક ચૌધરી જ્ઞાતિ ના મુંજી તથા બહેરા અટક વાળા ખેડુતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઇ રહ્યા હતા. એક ખેડુતને આ પથ્થર જોઇને વીચાર આવ્યો કે આ પથ્થર કંઇક કામમાં આવશે. તેથી આ ઊંધા પથ્થર ને જેમ હતો તેમ ગાડામાં ભર્યૉ તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડુ ચાલતાં ચાલતાં થોડું આગળ ગયું અને એક ખેડુત ધુણવા લાગ્યો ધુણતા ધુણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરી નો ગોગો છુ અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડુતોએ કુતુહુલવશ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગ મહારાજ ની સાત ફેણવાળી મૂર્તિ હતી.

ગોગ મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડુ ઉભુ રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો.આમ ખેડુતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગો મહારાજનું વચન ભૂલાઇ ગયું અને પવૅતો ની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડુ ઉભુ રાખ્યું. આરામ કર્યા બાદ ગાડુ આગળ ચલાવવા ગયા તો ગાડુ આગળ વધ્યું નઇ આથી તેઓને ગોગા મહારાજ નુ વચન યાદ આવ્યું અને ભુલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. ના છુટકે આ સાત ફેણવાળી ગોગા મહારાજ ની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભકત ચૌધરી ખેડુતોએ કરી.

ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજ ની પૂજા અચર્ના અને ભક્તિ કરે છેં અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડામાં બ્રહ્મા,વિષ્ણુ,મહેશ વિરાજમાન છે. એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે. શેષનારાયણ રૂપે દેવ બિરાજમાન છે. તેની પૂજા શિવજીની પૂજા સમાન છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *